સુમુલ ડેરીના ચેરમેનની ફરી એક વાર રાજેશ પાઠકની બિન હરીફ વરણી થઈ છે. દૂધ મંડળીઓ સામે આઇટીએ કાઢેલી નોટિસ મામલે સુમુલ ડેરીના ચેરમેન રાજેશ પાઠકે નિવેદન આપ્યું કે , તમામ દૂધ મંડળીઓ અને પશુપાલકોની સાથે સુમુલ કાનૂની લડત ચલાવવામાં મદદ કરશે.જ્યાં કાનૂની પ્રક્રિયામાં સાથે રહેવું પડે ,ત્યાં સુધી લડત માં સાથે રહીશું.
દક્ષિણ ગુજરાતની અને સુરત અને તાપી જિલ્લાના આદિવાસીઓની જીવાદોરી સમાન સુમુલ ડેરીના 2.5 વર્ષના સુમુલ ડેરીના સુકાની એવા રાજુ પાઠક અને નિયામક મંડળના વહીવટ દ્વારા વ્યવસાયના વિકાસ કામમાં સુમુલ ડેરીનો તારણ ઓવરમ 30થી 38 ટકાનો વધારો થયો છે. વર્ષ 2015-16માં ડેરીનો ટર્ન ઓવર 2537 કરોડ અને વર્ષ 2017-18માં 3300 થી 3500 કરોડ થયો છે.સમુલ ડેરીના બિન હરીફ ચૂંટાયેલા નવા ચેરમેન રાજુ પાઠકે હાલમાં કેટલીક દૂધ મંડળીઓને આપવામાં આવેલા આયકર વિભાગના નોટિસ અંગે જણાવ્યું કે તેઓ દૂધ મંડળી તરફથી લડત આપશે. દૂધ મંડળીઓના પક્ષમાં ઉભા રહી કાનૂની પ્રક્રિયામાં મદદ આપશે અને આયકર વિભાગ સહિત હાઇકોર્ટ જવાની તૈયારીઓ બતાવી છે.
રાજુ પાઠકે વધુમાં જણાવ્યું કે, સુમુલ ડેરીનો દૂધ ઉત્પાદકો ને તેમના વ્યવસાયમાં તેઓની આવક કઇ રીતે ત્વરીત બમણી કરી શકાય તેના ચોક્કસ આયોજન બઘ્ધ યોજના બનાવી છે. વગર કોઈ વ્યાજની રૂપિયા 200 કરોડની દુધાળા પશુ લોન યોજના અમલમાં મૂકી જેના થકી ગામડાના પશુ પાલક તેમાં ખાસ કરીને આદિવાસી બહેનો તેઓના ઘર આંગણે કઈ રીતે દર માસે દૂધ થકી રૂ 5000 કે રૂ 10000 નહીં પરંતુ દર માસે રૂ. 50000 કે 1 લાખ કઈ રીતે કમાઈ શકે તેવા પ્રયાસ કરી રહી છે.