સુરત: સુરતના રાણી તળાવમાં મોતનો મહેલ તૈયાર થઇ રહ્યો છે, પરંતુ મહાનગર પાલિકાની નજરમાં નથી આવા રહ્યો ,કારણ કે રાણી તળાવ વિસ્તારમાં પોતાને રાજા કહેવડાવતાં એક બિલ્ડરે રાજકારણીઓની આંખો પર ગાંધી છાપ ગુલાબી નોટો મૂકી ગાંધારી બનાવી દીધા હોવાનું મનાય છે.
[slideshow_deploy id=’17870′]
સુરતના ગીચ ગણાતા રામપુર નાગોરીવાડ બાદ સુરતના જાણીતા બિલ્ડર કાઝી અને એના બાળોતિયાં આર્કિટેક્ટ મનોજ દીક્ષિતે ફરી એકવાર સુરતના રાણી તળાવ વિસ્તારમાં નવો ખેલ નાખ્યો છે. ગેરકાયદે બાંધકામ કરી લોકોને ફ્લેટ પધરાવી દેવામાં માહિર કાઝી નામનો બિલ્ડર પોતાને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનો મસીહા ગણાવે છે, કારણ કે આ વિસ્તારમાં એ સસ્તા મકાન આપવાનો દાવો કરે છે. આવીજ રીતે છ માળના ફ્લેટ બાંધી સુરતના નાગોરીવાડમાં રામપુરમાં લોકોના ગળામાં ફ્લેટ પધરાવી દીધા છે. એટલું જ નથી ગેરકાયદે બનેલા ફ્લેટ કાયદેસર હોવાનો દાવો કરી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાતા પાણીએ રડાવ્યા છે.
આટલું ઓછું હોય એમ હવે કાઝીનો ડોળો સુરતના રાણી તળાવ વિસ્તારમાં કર્યો છે. અહીં એણે ગેરકાયદે રીતે છ માળના ફ્લેટ બનવાના શરુ કરી દીધા છે.
સુરત મ્યુનીસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ગજવામાં લઈને ફરતો હોવાનો દાવો કરનાર કાઝીએ ગેરકાયદે ફ્લેટ બાંધવા માટે ચૂંટણીનો સમય પસંદ કર્યો છે. એવું માનવામાં આવે છે કે, ચૂંટણી ફંડના નામે રાજકારણીઓના ગજવા ગરમ કરી કાઝીએ અહીં દિવસ રાત એક કરી ફ્લેટ બાંધવાના શરુ કાર્ય છે. ગેરકાયદે બંધાઈ રહેલા આ ફ્લેટમાં અર્થકવેક રેઝીસ્ટેન્ટ (ભૂકંપ પ્રૂફ) કે હેવી રેઇન રેઝીસ્ટેન્ટ (પૂરમાં પિલ્લર ન પડે ) માટેના લાઇસન્સ મેળવવા માથા પછાડી રહ્યો હોવાનું કહેવાય છે. મ્યુનીસિપલ કોર્પોરેશનના અધિકારીઓને દિવાળીમાં દિવા કરાવી આ ગેરકાયદે મકાનોને મંજુર કરાવ્યા હોવાનો કાઝીનો દાવો છે, પરંતુ કાઝીના ગેરકાયદે મકાનો ખરેખર કાયદેસર બંધાયા છે કે કેમ એ અંગે મ્યુનીસિપલ કોર્પોરેશનના અધિકારીઓને મૌન સેવી રહ્યા છે. એટલું જ નહી આ અધિકારીઓને અચાનક મળેલા મોબાઈલ ફોન પર વ્હાટ્સએપ કોલથી વાત થાય છે જેથી, એન્ટી કરપ્શન બ્યુરો પણ એમને આંતરી ન શકે, પરંતુ ચૂંટણીમાં રાજકારણીઓનો સેવક બની ગુલાબી ગાંધીજીની નોટ સાથે નેતાની સેવામાં રહેતો કાઝી ગરીબ લોકોની જિંદગી સાથે ચેડાં કરી રહ્યો છે, પરંતુ પુછનાર કોઈ નથી.