લગ્નની ખરીદી માટે મુંબઈ જવા માટે મજુરાગેટ થી સુરત રેલ્વે સ્ટેશન રિક્ષામાં બેસીને જોઈ લીધી યુવતીનું પર્સ ઝૂંટવીને બુકાનીધારી બાઈક સવારનો પીછો કરવામાં રીક્ષા પલ્ટી થતા સંઘવી પરિવારનાં ૩ સભ્યો અને રીક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિઓને નાની-મોટી ઇજા થઇ હતી.
નવી સીવીલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ સગરામપુરામાં રહેતી 22 વર્ષીય પ્રેજ્ઞા સંઘવી ના લગ્ન આગામી 19મી નવેમ્બરના રોજ થવાના છે. જેથી તે તેનો 20 વર્ષીય ભાઈ મનન અને બહેન દ્રષ્ટિ (ઉ.વ. 18) સાથે આજે સવારે કપડા સહિતની ખરીદી કરવા માટે મુંબઈ જવા નીકળ્યા હતા.
તેથી ત્રણે ભાઈબહેન મજુરાગેટ થી રિક્ષામાં બેસી સુરત રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા ત્યારે મજુરા ગેટ નજીક વિશ્વકર્મા મંદિર પાસે રોડ પર રિક્ષામાં વચ્ચે બેસેલી પ્રેજ્ઞા પાસે મુકેલ ઉપર બુકાનીધારી બાઇક સવાર ઝુંટવીને ભાગતા હતા ત્યારે તેઓ જોર જોરથી બૂમો પાડતા હતા અને રિક્ષાચાલક ફાસ્ટ ચલાવી બાઈકનો પીછો કરતા હતા ત્યારે કડીવાલા સ્કૂલ પાસે રિક્ષાચાલકે બેલેન્સ ગુમાવતા રીક્ષા પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો.
જેથી ત્યાંથી પસાર થતા લોકો તરત એકત્ર થઇ ગયા હતા રીક્ષા નીચે દબાયેલા ત્રણેય ભાઈ-બહેનો બહાર કાઢ્યા હતા અને ત્રણે ભાઈ-બહેન સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે આ અકસ્માતમાં રીક્ષા ચાલક અને ત્રણ ભાઈ બહેનોને નાની-મોટી ઈજા થઈ હતી.