કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા નાગરિક કાયદાનો થઈ રહેલા વિરોધ અને દિલ્હી યુનિવર્સિટીના દમન અંગે ભાજપના સાંસદે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના નામે કેટલાક ગુનેગાર તોફાન કરી રહ્યા છે. કોંગ્રેસ અને મમતા બેનરજી તેમને સપોર્ટ કરી રહ્યા છે જે દેશની જનતા જાણી ગઈ છે. સંસદમાં રજૂ થયેલા બિલ અને સાંસદોએ સુરત ખાતે કરેલી કામગીરીની માહિતી આપવા માટે આજે સુરત નવસારીના સાંસદે પત્રકાર પરિષદ યોજી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશ યુએસ સુરતના કેટલાક પ્રશ્નો અને સંસદમાં બિલ અંગે માહિતી આપી હતી. નવસારીના સાંસદ સી.આર.પાટીલે નાગરિકતા કાયદા મુજબ દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં થયેલા તોફાનના પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીના નામે કેટલાક તોફાની તત્વો તોફાન કરી રહ્યા છે. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.
જામિયા યુનિવર્સિટીમાં પોલીસના હાથે ઝડપાયેલાં દસ લોકો કહેતા હતા કે જે સ્ત્રીઓનો વેશ ધારણ કરી ઇરાદાપૂર્વક તોફાન કરવા માટે આવ્યા હતા. દસ લોકો એવા છે કે જે અન્ય ગુનામાં ઝડપાયા છે તેઓ તોફાન કરી રહ્યા છે. કેટલાક તો એવા છે કે જેઓ વિદ્યાર્થીઓ જ નથી. જામિયા યુનિવર્સિટીમાંથી ધરપકડ કરાયેલા આવા લોકોને જોતાં આંદોલન વિદ્યાર્થી નહિ પરંતુ કેટલાક અસામાજીક તત્વો કરી હોવાનું જણાઇ રહ્યું છે. તેઓએ વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે હવે ઘૂસણખોરોની ઓળખ થશે અને તેમની સામે કામગીરી પણ થશે. ઘુસણખોરોને કોંગ્રેસ અને મમતા બેનર્જી સપોર્ટ કરી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકારે ચૂંટણી પહેલા જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો એમાં રજૂ કરાયેલા વચનો એક પછી એક પૂરા કરી રહી છે.
અત્યાર સુધીમાં વિરોધ પક્ષ ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પૂરા કરવા માટે વિલંબ કરતી હોય છે પરંતુ પહેલી વાર ભાજપ પોતાની ચૂંટણી પહેલા આપેલા વચનો પૂરા કરી રહી છે ત્યારે કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. આ કોંગ્રેસની માનસિકતા હવે લોકો જાણી ગયા છે. નાગરિકતાના કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. તેમાં પણ લોકોને સાચી વાત સમજાતાં વિરોધ ઓછો થઈ રહ્યો છે.