એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલ્મ “ઠાકરે”ની આતૂરતાપૂર્વક રાહ જોવાતી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીના દમદાર અભિનયની ચોમેર પ્રશંસા કરવામાં આવી રહી છે. દિવગંત શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેના જીવનને આવરી લેતા “ઠાકરે” ફિલ્મને નિહાળવા માટે સુરત શિવસેનાએ આખો સિનેમા હોલ બૂક કરાવી લીધું છે. એટલું જ નહીં પણ ફિલ્મનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું.
સુરત શિવસેનાના પ્રવક્તા જયવંત ખૈરનારે જણાવ્યું કે બાલા સાહેબ ઠાકરેના જીવન પર બનેલી ફિલ્મ “ઠાકરે” માટે સુરતના રાજહંસ સિનેમા હોલને બૂક કરવામાં આવ્યું છે. તમામ શિવ સૈનિક પરિવારોને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંજે પાંચ વાગ્યાના શોમાં શિવસેના આ આયોજન કર્યું છે.
તેમણે કહ્યું કે પાંચ હજાર વધુ શિવ સૈનિકો એકી સાથે ફિલ્મ જોવા માટે સિનેમા હોલમાં જશે. આ ઉપરાંત સુરતના અન્ય સિનેમા હોલમાં પણ શિવ સૈનિકોને ફિલ્મ જોવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે.
ઠાકરે ફિલ્મામાં નવાઝુદ્દીન સિદ્દીકાના અભિનયની પ્રશંસા ફિલ્મ ઉદ્યોગના મોટાભાગના નિર્દેશકો અને નિર્માતા દ્વારા કરવામાં આવી છે. ફિલ્મને મહારાષ્ટ્રમાં સારું ઓપનીંગ મળ્યું છે. હિન્દી ઉપરાંત ફિલ્મને મરાઠીમાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે.