સચીનમાં 15 વષીૅય તરૃણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ખબર પડી કે તેને છ માસનો ગર્ભ છે.સચીનમાં ઉનપાટીયાખાતે રહેતી 15 વષીૅય શબાના ને આજે સવારે પેટમાં દુઃખાવો થતો હોવાથી પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા લઇ આવ્યા હતાં. ડોકટરે તેમના વિવિધ પરીક્ષણ કર્યા હતાં. જેના રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યુ કે તરૂણીને ૬ માસનો ગર્ભ છે.
તે સાંભળીને તેના પરિવારજનો ચોકી ગયા હતા.બાદમાં આ અંગે સિવિલના ડોકટરે સિવિલના પોલીસ ચોકીના પોલીસને જાણ કરી હતી. પોલીસે સચીન જી.આડી.ડી.સી પોલીસ મથકમાં આ અંગે વર્દી લખાવી હતી. પોલીસ સિવિલમાં દાખલ તરૂણી પાસે આવી હતી પણ તેમના પરિવારે પોલીસને ફરીયાદ આપવાની આજે બપોરેના પાડી હતી.અને તે કઇ રીતે ગર્ભવતી બની તે અંગે ખબર નહી હોવાનું તેમના પરિવારે જણાવ્યુ હતુ.