દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન ‘ઉદ્યોગ-2018’ ની 11મી આવૃત્તિનું મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ અહીં જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારની ગારમેન્ટ પૉલિસી મુજબ જો કોઈ ભવિષ્યમાં ઉદ્યોગકાર પ્રોજેકટ નાખશે અને તેમાં મહિલાઓને રોજગારી પ્રદાન કરશે તો આવી મહિલાઓને રાજ્ય સરકાર 4000 રૂપિયા પાંચ વર્ષ સુધી આપશે.જેથી મહિલાઓને પગભર પણ બનાવવા એક પ્રયાસ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ ઉદ્યોગ 2018માં આવેલ ભારતમાં બાંગ્લાદેશના હાઈ કમિશનરશ્રી એમ.એલ. રહેમાનને સંબોધિત કરતા કહ્યું કે ભારત અને બાંગ્લાદેશનું સુરત ખાતે મિલન પરિચય થયું છે… મહાત્મા ગાંધી, શેખ રહેમાને બંને દેશોને માર્ગદર્શન આપ્યું, સુરત પણ ટેક્સટાઇલ નું હબ છે બાંગ્લાદેશ ગાર્મેન્ટ ની હબ છે. આ સાથે વેપારીઓને સંબોધતા જણાવ્યું કે જીએસટી બાદ કેટલીક ટેક્નિકલ ખામીઓ આવી છે. જે ટેક્નિકલ ખામીઓના કારણે નાની- મોટી સમસ્યાઓ ઉભી થતી હોય છે. જો કે સરકારને વેપારીઓની ચિંતા છે. આ સરકાર વેપારીઓની સરકાર છે….