કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી સુરતના એક વિધાર્થી અને તેના સાથી દ્વારા ખાસ આયુર્વેદિક માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. બરોડા એમએસયુમાં પીએચડી કરી રહેલા આ વિધાર્થી દ્વારા અરડૂસી, મંજિસ્થા, તુલસી સહિત લીમડામાંથી આયુર્વેદિક માસ્ક બનાવવામાં આવ્યા છે…જે માસ્કની ખાસિયત છે કે કોરોના સામે વ્યક્તિને રક્ષણ તો આપશે જ સાથે 50 દિવસ સુધી તેનો ઉપયોગ પણ કરી શકશે
50 દિવસ સુધી તેનો ઉપયોગ પણ કરી શકશે
તુલસીના રસમાંથી તૈયાર થયેલા કોપર અને સિલ્વરના નેનો -પાર્ટીકલયુક્ત દસ મીટર કાપડ તૈયાર કરવામાં આવ્યું હતું. કોઈમ્બતુરની ધ સાઉથ ઇન્ડિયા ટેકસટાઇલ રિસર્ચ એસોસિયેશન અને સુરતની લીલાબા લેબમાં આ કાપડ મોકલવામાં આવ્યું હતું. જ્યાં ટેસ્ટિંગ બાદ માલુમ પડ્યું કે આ કાપડને પચાસ વખત વોશ કર્યા બાદ પણ તેમાં રહેલા ત્રણેય ગુણધર્મોની માત્રા જળવાય રહે છે.
અરડૂસી, મંજિસ્થા, તુલસી સહિત લીમડામાંથી આયુર્વેદિક માસ્ક બનાવવામાં આવ્યા
સામાન્ય રીતે કોટન અને અન્ય ડિઝાઈનર માસ્કની સરખામણીમાં આ કાપડ ખૂબ જ બ્રિઢેબલ સાબિત થયું છે.જે લાંબા સમય સુધી પહેરવા છતાં પણ ગૂંગળામણની કોઈ સમસ્યા રહેતી નથી…જે કુદરતી ફાઈબરમાંથી આ વુવન મટિરિયલ તૈયાર કરવામાં આવ્યું છે.