સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સારવાર માટે 11 દિવસના બાળકને રેમેડીસીવર ઇન્જેક્શન આપવાની જરૂર પડી છે. 1લી એપ્રિલે જન્મેલા બાળકને માતાના કારણે કોરોનાનો ચેપ બાળકને લાગ્યો છે. હાલ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું છે. સુરત ડાયમંડ હોસ્પિટલમાં નોન કોવિડ હોવા છતાં બાળકની સારવાર શરૂ કરી છે. ડાયમંડ હોસ્પિટલમાં માતા પોઝિટિવ હોવાને કારણે જન્મેલા બાળકને કોરોના સંક્રમણ થયું છે. માતા કોરોના પોઝીટીવ છે કે કેમ તે અંગે ડોકટરને કોઇ જાણ નહોતી બાળકની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા જતા તેમણે બાળકનું એક્સ-રે કરાવ્યો હતો. જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવતા આશ્ચર્યમાં મુકાયા હતા. માતાને શરદી અને ખાંસી જેવા લક્ષણો હતાં. માતાએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો પણ પહેલાં નેગેટિવ આવ્યો હતો. જેના કારણે તેણે વધુ ગંભીરતા લીધી ન હતી. ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે માતાએ ડોક્ટરને પોતે શરદી ખાંસીને કારણે તકલીફમાં છે એ અંગેની કોઈ માહિતી આપી ન હોવાથી ડોક્ટર અજ્ઞાનતામાં રહ્યા હતા. હાલ બાળક માત્ર 11 દિવસનું છે છતાં તેને રેમડેસિવિરઅને IVGI ઇન્જેક્શન આપી રહ્યા છીએ. ડાયમંડ હોસ્પિટલ નોન કોવિડ હોસ્પિટલ હોવા છતાં બાળક અમારે ત્યાં જન્મ્યું હોવાથી અમે તેના માતા-પિતાને વધુ મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને અમારી હોસ્પિટલમાં જ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કર્યું છે. ડોક્ટર અલ્પેશ અપીલ કરી છે કે, કોઈપણ ગર્ભવતી મહિલાએ કે અન્ય કોઈપણ વ્યક્તિએ કોવિડના લક્ષણો છુપાવવાની જરૂર નથી. જો લક્ષણો છુપાવશો તમે પોતાને પણ હાનિ પહોંચાડશો તેમજ અન્ય લોકો માટે પણ જોખમરૂપ પૂરવાર થશો.
Sunday, June 2