સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા લાલ દરવાજા ઉના પાણી રોડ મોટી રાઘવજી મિલ કંપાઉન્ડ ખાતે આવેલી વિનસ હોટલ અને રોયલ સ્ટાર હોટલમાં પોલીસે ગતસાંજે છાપો મારી હોટલમાં ચાલતા દેહવિક્રયના નેટવર્કનો ભાંડાફોડ કર્યો હતો. 8 ગ્રાહકો , મેનેજર, દલાલો સહિત કુલ 14 જણાને પકડી લેવાયા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હે.કો.વાલજીભાઇ હડીયા અને વેલજીભાઇ માધાભાઇને મળેલી બાતમીના આધારે મહિધરપુરા પીઆઇ આર.કે.ધુળીયા અને સ્ટાફે ગતસાંજે લાલ દરવાજા ઉના પાણી રોડ મોટી રાઘવજી મિલ કંપાઉન્ડ ખાતે આવેલી વિનસ હોટલ અને રોયલ સ્ટાર હોટલમાં છાપો માર્યો હતો. પોલીસને બંને હોટલમાંથી મૂળ નેપાળની નવ લલના મળી આવતા તેમની પુછપરછ કરી જવા દીધી હતી જયારે પોલીસે બંને હોટલના મેનેજર, ચાર દલાલ અને 8 ગ્રાહકોને ઝડપી પાડી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા દોઢ માસથી બંને હોટલ અગાઉ કુટણખાના ચલાવતા બે વખત ઝડપાયેલા બ્રિજેશકુમાર ઉર્ફે ક્રિષ્ના યાદવ અને ઇમરાને ભાડે રાખી હતી અને તેઓ દલાલ મારફત લલનાઓ બોલાવી તેમજ ગ્રાહકો લાવી હોટલના રૃમમાં શરીરસુખ માણવા માટેની તમામ સવલતો પુરી પાડતા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડા રૃ.45,370 અને રૃ.1,49,500 ની મત્તાના 21 મોબાઈલ ફોન, કોન્ડોમના 9 પેકેટ મળી કુલ રૃ.1,94,870 નો મુદ્દામાલ કબ્જે કરી બંને હોટલ ભાડે રાખનાર બ્રિજેશકુમાર ઉર્ફે ક્રિષ્ના યાદવ અને ઇમરાનને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન, આજે સવારે મહિધરપુરા પોલીસે ઈમરાનને દિલ્હીગેટ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો
બંને હોટલ ભાડે લઇ દેહવિક્રય કરાવવાની સાથે પ્રવાસીઓને પણ રૃમ ભાડે આપતા હતા
દેહવિક્રયનો વ્યવસાય કરાવતા બ્રિજેશ યાદવે હોટલ વિનસ જયારે ઇમરાને રોયલ સ્ટાર હોટલ આખી ભાડે લીધી હતી. લલનાઓને બહારથી બોલાવી અહીં શરીરસુખ માણવા તેઓ ગ્રાહક પાસે રૃ.7000 વસુલતા હતા. જોકે, સ્ટેશન વિસ્તારની બંને હોટલમાં કોઈ પ્રવાસી ઉતારા માટે આવે તો તેમને પણ રૃમ અપાતા હતા. જેથી આવક પણ થાય અને પોલીસને શંકા પણ ન જાય. સૂત્રોના જણાવ્યા મુજબ બંને ખાસ રીકવેસ્ટના આધારે દિલ્હી અને મુંબઈથી હાઈપ્રોફાઈલ કોલગર્લ અને સી ગ્રેડની હીરોઈનની પણ વ્યવસ્થા કરી આપતા હતા.
કોણ કોણ ઝડપાયું
(1) વિનસ હોટલનો મેનજર પ્રતિક જગદીશભાઇ સુકાની ( ઉ.વ 31,રહે હાલ વિનસ હોટલમાં તથા ઘર નં. 1, સોલંકી નિવાસ, પલસાણા, સુરત )
(2) દલાલ સિકંદર મેહફુજ ખાન ( ઉ.વ. 40, રહે.ઘર નં. 401, કિષ્ના પેલેસ, ઉમા ભવનની ગલી, મ્યુનિસિપલ ગાર્ડન પાસે ,ભટાર, સુરત )
(3) દલાલ રાજેન્દ્રસિંગ ઉર્ફે રાજુ બાબુસિંગ રાજાપુત ( ઉ.વ. 30,રહે. ઘર નં.401, કિષ્ના પેલેસ, ઉમા ભવનની ગલી, મ્યુનિસિપલ ગાર્ડન પાસે, ભટાર, સુરત. મુળ રહે.રાજસ્થાન )
(4) દલાલ ઓમપ્રકાશ ગોડારામ જાઠ ( ઉ.વ.36, રહે. ઘર નં.706, પાર્થ એપાર્ટમેન્ટ, પીપલોદ, સુરત. મુળ રહે. રાજસ્થાન )
(5) દલાલ પ્રસન્નજીત ઉર્ફે કાલુ નિમાય ઘોષ ( ઉ.વ.37,રહે.ઘર નં.205, મોઢેશ્વરી એપાર્ટમેન્ટ,એલ.પી.સવાણી રોડ, અડાજણ, સુરત મુળ રહે. કોલકતા )
(6) ઇન્વેસ્ટ મેનેજમેન્ટમુ કામ કરતા ગ્રાહક રાજ રાકેશભાઇ ચૌધરી ( ઉ.વ.28, રહે.રૃમ નં.404, સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ, રૃપાલી ટોકીઝ સામે, પાલનપુર પાટીયા, સુરત. મુળ-રહે. કોલકતા )
(7) બેકાર ગ્રાહક પપ્પુગીરી ઇશ્વરગીરી ગોસ્વામી ( ઉ.વ.26, રહે.ઘર નં.બી/404, મોઢેશ્વરી કોમ્પ્લેક્ષ, એલ.પી.સવાણી સ્કુલ પાસે, અડાજણ, સુરત મુળ.રહે.બિહાર )
(8) વાયરમેન તરીકે કામ કરતા ગ્રાહક વજીર મીસ્બાહુલ શા ( ઉ.વ.49,રહે.ઘર નં.524 , ફુલવાડી, ભરીમાતા રોડ, સુરત )
(9) કાર દલાલ ગ્રાહક અબદુલ્લા બસીર ડાંગર ( ઉ.વ.25, રહે. ઘર નં.26, ગંગાસર સોસાયટી, ન્યુ રાંદેર રોડ, અડાજણ પાટીયા, સુરત )
(10) ટુર્સ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ગ્રાહક નોસાદપાશા કરીમ ખાન ( ઉ.વ.32, રહે. ઘર નં.1, મારપ્પા ગાર્ડન,અંજનેયા ટેમ્પલ પાસે, પોસ્ટ-બેન્સનટોન, બેંગલોર )
(11) સાડીની દુકાનમાં કામ કરતા ગ્રાહક રાકેશ હેમરાજ પ્રજાપતિ ( ઉ,વ.28,રહે.એ-75, રેશ્મા રો હાઉસ, મગોબ રોડ, પરવત પાટીયા, પુણા, સુરત. મુળ-રહે. રાજસ્થાન )
(12) હોટલ રોયલ સ્ટારના મેનેજર પ્રકાશભાઇ મનીરામ જોષી ( ઉ.વ.25, રહે.હાલ હોટલમાં મુળ. નેપાળ )
(13) વિધ્રાથી ગ્રાહક આર્શીત કેતનભાઇ ઇસામલ્યા ( ઉ.વ.20, રહે.ઘર નં.25,વિજય પાર્ક સોસાયટી, લક્ષમીકાંત આશ્રમ રોડ, કતારગામ, સુરત )
(14) ચાઇનીઝ લારી (ટેસ્ટી ચાઇનીઝ-ઇચ્છાપોર) ના માલિક ગ્રાહક દિનેશ જગદીશભાઇ ખત્રી ( ઉ.વ.36, રહે.એ-૪, મારૃતી ચેમ્બર્સ, ઠાકોરદાસ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત. મુળ રહે. નેપાળ )
(15) રોયલ સ્ટાર હોટલ ભાડે રાખનાર ઇમરાન
વોન્ટેડ હોટલ વિનસ ભાડે રાખનાર બ્રિજેશ ઉર્ફે ક્રિષ્ના સિતારામ યાદવ