સુરતઃ સુરત પોલીસે મુંબઈથી આવતી મહિલાને 19 લાખના ડ્રગ્સ સાથે પકડી હતી. જોકે, આ કેસમાં પૂછપરછ બાદ મોટો ખુલાસો થયો હતો. મહિલાને પોતાન બનેવીએ ડ્રગ્સ આપ્યું હતું. માહિતીના આધારે પોલીસે બનેવીને ઝડપી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કરાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબજ જોરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ડ્રગ્સના રવાડે શહેરનું યુવા ધન બરબાદ થઇ રહીયુ છે ત્યારે આ નશાનો કારોબાર કરતા ઈસમોને પકડી પાડવા માટે ખાસ ટિમો પોલીસ કમિશનર દ્વારા કામે લગાવામાં આવી છે ટાયરે પોલીસને હકીકત મળી હતી કે સગરામપુરા તલાવડી અઠવા રહેતી મહિલા યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના કાદરમીયા શેખ મુંબઈ ખાતેથી પ્રતિબંધિત એફેડ્રોન ડ્રગ્સ જથ્થો લઈએં સુરત ખાતે આવાની છે.
જોકે આ બાતમીના આધારે પોલીસે વોચ રાખીને આ મહિલાને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 1997.94 ગ્રામ કિં.રૂ .19,09,800 રૂપિયા સાથે ઝડપી પાડી હતી. જોકે આ મહિલાને આ ડ્રગ્સનો જથ્થો તેના બનેવીએ લાવવા માટે મોકલી હતી. જેથી પોલીસે તેના બનેવી જે મૌ.સાજીદ સલીમ કુરેશી પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી કામે લાગી હતી. ત્યારે પોલીસે આ ઈસમને 24 કલાકમાં ઝડપી લેવામાં સફળતા મળી હતી.
જોકે પકડાયેલ રોપીની પૂછપરછમાં આરોપી પોલીસ સામે મો.સાજીદ સલીમ કુરેશીનો ભાઈ નામે ગુલામસાબીર ઉર્ફે સમીર મો.સલીમ કુરેશી ને અગાઉ 196 ગ્રામ ડ્રગ્સ સાથે અઠવા ભાગા તળાવ પાણીની ભીત ખાતેથી પકડી પાડેલ હતો જે અંગે અઠવા પોલીસમાં ગુનો પણ દાખલ કરેલ હતો. આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો.
જેથી હાલના આરોપીના ભાઈ ગુલામસાબીર ઉર્ફે સમીર નાનો જેલમાં જતા આ ડ્રગ્સનો વ્યવસાય પોતે કરવાનું વિચારેલ અને મુંબઈ ખાતેના ડ્રગ્સ સપ્લાયરનો સંપર્ક થતા છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ વેચાણનો ધંધો શરૂ કરી મુંબઇ ( મહારાષ્ટ્ર ) ખાતે રહેતા સદરહુ ગુનાના વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો .
અને ગઈ તા 27મીના રોજ પોતાની સાળી નામે યાસ્મીનબાનુ ઉર્ફે મન્નાભાઈ કાદરમીયા શેખ રહે.શજ ગેસ્ટ હાઉંસ પાસે કુટપાથ ઉપર સગરામપુરા તલાવડી અઠવા સુરત નાનીને મુંબઈ ( મહારાષ્ટ્ર ) ખાતે ડ્રગ્સનો જથ્થો લેવા માટે ટ્રેન માસ્કૃતે મોકલી વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવેલ હોવાની હકીકત જણાવી હતી. જોકે, પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેના પૂછપરછમાં મુંબઈ ખાતેના ડ્રગ્સ સપ્લાઈ કરનાર ઇસમોના નામ લઈને તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપ સાહરુ કરી છે.