સુરત શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાનામ લઈને નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની હોસ્પિટલ બિલ્ડીંગ ખાતે 800 બેડની કોવિડ-19 હોસ્પિટલનું કામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જોકે હોસ્પિટલમાં કોરોના બાદ કે કોરોનાના દર્દી નહીં આવે તો આગામી દિવસોમાં અહી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલુ કરવા વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
100 કરોડના ખર્ચે બનશે બે અદ્યતન હોસ્પિટલ
પ્રાપ્ત વિગત મુજબ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીએ તા.૪થી જુલાઈની સુરતની મુલાકાત દરમિયાન100 કરોડના ખર્ચે બે અદ્યતન હોસ્પિટલો બનાવવાની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કે સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે 1000 બેડની કોવિડ-19 હોસ્પિટલ ટુંકાગાળામાં તૈયાર કરવામાં આવી હતી. જયારે સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ રૃમની સામે કિડની હોસ્પિટલના બિલ્ડીંગ ખાતે 800 બેડની કોવિડ હોસ્પિટલનું યુધ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.જોકે, હવે અહી કોરોનાના દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ નહી આવે તો આગામી દિવસોમાં અહી સુપર સ્પેશિયાલીટી સેવાઓ શરૃ કરવા વિચારણા ચાલી રહી છે. નિર્માણાધીન નવી કિડની હોસ્પિટલ બિલ્ડીંગ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં શરૃ થઇને કાર્ડીયોલોજીસીસ્ટ, કાડીયાક સર્જન, ન્યરોસર્જન, ન્યુરોલાજીસ્ટ, યુરોલોજીસ્ટ, નેફરોલોજીસ્ટની સેવા માટે સરકારે અગાઉ વિચારણા કરી હતી. જેથી ફેબુ્રઆરી-2014માં તત્કાલિન તબીબી અધિક્ષક અને નિવૃત્ત થયેલા ડો.મહેશકુમાર વાડેલના સમયમાં બિલ્ડીંગનું કામ શરૃ થયા બાદ વર્ષો સુધી કામગીરી ઠપ રહી હતી. હવે 800 બેડની હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી સેવા શરૃ થશે તો તે સુરતમાં પ્રથમ હશે.