વરાછા વિસ્તારમાં એક લેડી ડોનનો સરેઆમ આતંક જોવા મળ્યો છે. આ લેડી ડોન યુવતીના હાથમાં તિક્ષણ હથિયાર સાથેનો વિડિઓ સુરતના સોસીયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. જે વિડિઓ લોકોમાં ભારે ચર્ચા જગાવી રહી છે. જો કે આ વિડિઓ વરાછાના ક્યાં વિસ્તારનો છે તે અંગેની પૃષ્ટિ હજી થઈ શકી નથી. જે હાલ પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે.
સુરતના સોસિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોમાં સૌ પ્રથમ લેડી ડોન યુવતી હાથમાં તિક્ષણ હથિયાર લઈ સરાજાહેર આતંક મચાવતા નજરે પડે છે. લેડી ડોનના અન્ય સાગરીતો પણ તેણીની સાથે હાથમાં તિક્ષણ હથિયાર લઈ જોવા મળી રહયા છે. જ્યાં લેડી ડોન અને તેના સાગરીતો અન્ય યુવકને માર મારતા અને ધાકધમકી આપતા હોવાનું પણ વિડિઓ પરથી જાણવા મળે છે.સુરતના સોસિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોમાં લેડી ડોનાને તેના સાગરીતો નશાની હાલતમાં હોવાનું પણ જાણવા મળે છે. જે પોતાના પગ પર સીધી રીતે ઉભા રહેવા પણ સક્ષમ નથી તેવું વિડિઓ પરથી ફલિત થઈ રહ્યું છે.
સોસીયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડિઓ વરાછાના કોઈક વિસ્તારનો હોવાનું જાણવા મળે છે. જો કે વિડિઓ કયાં વિસ્તારનો છે તે પૃષ્ટિ કરવી પોલીસ માટે એક તપાસનો વિષય બની રહે છે.વાયરલ વિડિઓ અંગે વરાછા પોલીસ શુ કાર્યવાહી કરે છે તે પણ લોકોમાં એક ચર્ચાનો દૌર શરૂ થયો છે.