કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે સરા જાહેર ગળે ફાંસો ખાવનો પ્રયાસ કર્યો હતો..જોકે પોલીસ અને સ્થાનિકોએ તેમને આપઘાતનો પ્રયાસ કરતા બચાવી લીધા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેટર મમતા સવાણીએ આક્ષેપ લગાવ્યો કે હાથરસની ઘટનાને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ ત્યારે પોલીસ વાળાએ ફાંસી ખાઈ લો તેમ કહ્યુ હતુ, આથી ફાંસી ખાવા આવી છું..તેમ કહીને મમતા સવાણીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધ્યો..જોકે પોલીસ તેમને રોકી લીધા હતા.
મમતા સવાણીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધ્યો
- હાથરસ ઘટના ને લઈ કોંગ્રેસના વિરોધ
- કોંગ્રેસ ની મહિલા કોર્પોરેટર મમતા સવાણી એ આપઘાત નો પ્રયાસ કર્યો
- મમતા સવાણી નો આરોપ પોલીસ વાળા એ કહ્યું ફાંસી ખાઈ લો એટલે ફાસો ખાવા આવી
- મમતા સવાણી એ ઝાડ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાવા નો પ્રયાસ કર્યો