કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મળેલી મંજૂરી બાદ સુરતમાં વસતા ઓરિસ્સાવાસી શ્રમિકોને પોતાના માદરે વતન પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેન સુરત થી રવાના કરવામાં આવી રહી છે. જ્યાં રોજ ૧૨૦૦ જેટલા ઓરિસ્સાવાસી શ્રમિકોને પાંડેસરાના જુદા જુદા વિસ્તારોમાંથી મનપા સંચાલિત સીટી બસ મારફતે railway station પહોંચાડવામાં આવ્યા હતા. દરમિયાન માદરે વતન જઈ રહેલા ઓરિસ્સાવાસી શ્રમિકોને બે ટાણું ભોજન અને ફૂડ પેકેટ મળી રહે તેવી વ્યવસ્થા પણ શહેરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી.. ટ્રેન મારફતે વતન જઈ રહેલા ઓરિસ્સાવાસી શ્રમિક વર્ગના લોકો વચ્ચે સોશિયલ distance જળવાઈ રહે તેવી વ્યવસ્થા સ્ટેશન પર ગોઠવવામાં આવી હતી.
વતનમાં જઈ રહેલા ઓરિસ્સાવાસી શ્રમિકોમાં હર્ષની લાગણી લાગણી જોવા મળી હતી.જ્યારે સુરતમાં સ્થિતિ સામાન્ય બનશે ત્યારે પરત તેઓ સુરત ફરશે તેવી વાત શ્રમિકોએ કરી હતી.શ્રમિકોએ ઓરિસ્સા અને ગુજરાત સરકાર નો પણ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર ના ગૃહ મંત્રાલય અને ઓરિસ્સા સરકાર ની સ્વીકૃતિ બાદ સુરતમાં વસતા ઓરિસ્સાવાસી શ્રમિકોને તેમના વતન પોહચાડવા સ્પેશિયલ ટ્રેન સુરતથી રવાના થઈ હતી. જ્યાં આજ રોજ બારસો જેટલા શ્રમિકો વતન જવા રવાના થયા હતા.રેલવે વિભાગ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામને ટ્રેન મારફતે મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જ્યાં પોતાના વતન જઇ રહેલ શ્રમિકો ખુશ-ખશલ જોવા મળ્યા હતા.ટ્રેનને લીલીઝંડી આપવા સુરતના સાંસદો,ધારાસભ્યો ,તેમજ જિલ્લા કલેકટર ,પોલીસ અને મનપા કમીશનર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા..ટ્રેનમાં બેઠેલા શ્રમિકો વચ્ચે સોસીયલ ડિસ્ટનસિંગ રાખવામાં આવ્યું હતું.2400 જેટલા મુસાફરો ને સમાવવાની કેપેસિટી વચ્ચે માત્ર 1200 જેટલા શ્રમિકોને સોસીયલ ડિસ્ટન્સ રાખી બેસાડવામાં આવ્યા હતા.
આ સાથે શ્રમિકોને 710 રૂપિયાના ભાડામાં ભોજન ની વ્યવસ્થા પણ આપવામાં આવી હતી.ઉપરાંત પોલીસ કર્મીઓને પણ પીપીઇ કીટ આપવામાં આવી હતી.જીએસટીવી દ્વારા ટ્રેનમાં રવાના થઈ રહેલા શ્રમિકો જોડે વાતચીત કરવામાં આવી હતી.શ્રમિકો પોતાના વતન જવા ખુબજ આતુર જોવા મળ્યા હતા.ટ્રેન રવાના થતા શ્રમિકોએ જય જગન્નાથ નો ઉદઘોષ કર્યો હતો.સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે પોતાના વતન જવાની સૌ કોઈને ખુશી હોય છે.હાલ બારસો જેટલા લોકો ઓરિસ્સા પોતાના વતન ટ્રેન મારફતે જવા રવાના થયા છે.જેમ જેમ અન્ય રાજ્યોની સરકાર તરફથી સ્વીકૃતિ મળશે તેમ અન્ય રાજ્યોના લોકોને પણ ટ્રેન દ્વારા વતન મોકલવામાં આવશે.