સુરત:બાઈક ચોરીનું મસમોટું રેકેટ ઝડપવામાં સુરતની સરથાણા પોલીસને સફળતા મળી છે પોલીસે કુલ ૨૬ મોટર સાઈકલ કબજે કરી અલગ અલગ ૧૯ પોલીસ મથકનો ભેદ ઉકેલી કાઢ્યા છે.
સુરતની સરથાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇસમ ચોરીની બાઈક સાથે સરથાણા વિસ્તારમાં ફરી રહ્યો છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રાજુ ઠાટીયા અને ભૂપતભાઈ ભરવાડ નામના ઈસમને ઝડપી પાડ્યા હતા પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી પુછપરછ કરી હતી જેમાં આરોપીઓ પોતાના સહ આરોપી મિલદાર ઉર્ફે રીન્કુ સમશેર સાથે મળી કુલ ૨૬ બાઈક ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવી બંને ઈસમોની ધરપકડ કરી હતી જ્યારે ચોરાયેલી બાઈક કબજે કરી હતી પોલીસની પૂછપરછમાં સરથાણા, કાપોદ્રા તેમજ વડોદરા શહેર મળી કુલ વાહનચોરીના ૧૯ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.