સુરતના બહુચર્ચિત કરોડો રૂપિયાના બિટકોઈન લૂંટ અને અપહરણ કેસના આરોપી શૈલેષ ભટ્ટને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. દોઢ વર્ષથી ફરાર શૈલેષ ભટ્ટને કલમ 70 હેઠળ સુરત કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા નીચલી કોર્ટમાં કરાયેલી અરજી નામંજૂર થઈ હતી. જે બાદ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી હતી.
બીટકોઈન માં રોકાણ કર્યા બાદ ઊંધા માથે પછડાયેલા શૈલેષ ભટ્ટે ભરપાઈ કરવા કંપનીના પ્રમોટર પિયુષ સાવલિયા અને ધવલ માવાની નું અપહરણ કર્યું હતું. અપહરણ કાંડમાં શૈલેષ ભટ્ટ સહિત દિલીપ કાણાની અને નિકુંજ ભટ્ટ સાહિતન સાગરીતો સામેલ હતા. તેઓને અપહરણ કરી સુરતના પલસાણા ખાતે આવેલ ફાર્મ હાઉસમાં લઈ જઈ રૂપિયા 14.50 કરોડના રોકડા લૂંટી લેવાયા હતા. અને કરોડો રૂપિયાના 2256 બીટકોઈન પડાવી લેવાયા હતા. જોકે હવે કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે તો શૈલેષ ભટ્ટની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.