સુરત : સુરતમાં એક ચૌદ માસના બ્રેનડેડ બાળકનું હૃદય અને કિડની મુંબઈની ત્રણ વર્ષીય બાળકી અને બનાસકાંઠાના 15 વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં આ સૌ પ્રથમ કિસ્સો હશે,કે જયાં એક ચૌદ માસના બાળકના અંગોનું ડોનેટ ત્રણ વર્ષીય બાળકી અને 15 વર્ષીય યુવાન માં કરવામાં આવ્યું છે.સુરત નવી સિવિલ હોસ્પિટલથી ગ્રીનકોરિડોર મારફતે ફક્ત 92 મિનિટ ની અંદર 269 કિલો મીટરનું અંતર કાપી સ્પાઇસ જેટ દ્વારા આ ર્હદય અને કિડની મુંબઇની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું.
– બિહાર ના શાહ પરિવારનો 14 માસના બાળકને
કરાયો બ્રેનડેડ જાહેર.
– 14 માસના બ્રેન્ડેડ બાળકે આપ્યું બે લોકોને
નવજીવન.
– હૃદય અને કિડની નું કરાયું દાન.
– મુંબઈની સાડા ત્રણ વર્ષીય બાળકીમાં કરાયું ર્હદય
ટ્રાન્સપ્લાન્ટ.
-બનાસકાંઠા ના 15 વર્ષીય યુવાનમાં કિડનીનું
ટ્રાન્સપ્લાન્ટ કરી અપાયું નવજીવન…
– સુરતથી ગ્રીનકોરિડોર દ્વારા ર્હદય અને કિડનીનું સફળ
ટ્રાન્સપ્લાન્ટ.
– 269 કિલો મિટર.
– 92 મિનિટ .
– સ્પાઇસ જેટ દ્વારા મુંબઈની હોસ્પિટલ પોહચાડવામાં
આવ્યું ર્હદય…
સુરતના નવાગામ – ડીંડોલી વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના વતની સુનિલ શાહ નામના વ્યક્તિ ઉધના ખાતે આવેલ વિવિંગ ખાતામાં સુપરવાઈઝર તરીકેની ફરજ બજાવે છે.સુનિલ શાહને સંતાનમાં એક ચાર વર્ષીય પુત્રી અને 14 માસનો એક પુત્ર છે.સુનિલ શાહનો 14 માસનો પુત્ર સોમનાથ ગત તારીખના રોજ ઘરમાં રમી રહ્યો હતો.જે દરમ્યાન ઘરના દાદર પરથી નીચે પટકાતા ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સોમનાથને બ્રેનડેડ જાહેર કર્યો હતો.એકના એક પુત્રના મોતને પગલે પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.પુત્રના મોતથી માતા કિરણે ભારે કલ્પાંત કર્યો હતો.બાળકના બ્રેનડેડ અંગેની જાણકારી હોસ્પિટલના તબીબોએ ડોનેટ લાઈફ સંસ્થાને આપી.જ્યાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા બ્રેનડેડ બાળકના માતા – પિતાને ઓર્ગન ડોનેટ અંગેની માહિતી આપવામાં આવી .જ્યાં માસુમ સોમનાથની કિડની અને ર્હદય નું દાન આપવા પરિવાર સંમત થયું.પરિવારની સંમતિ બાદ માસુમ સોમનાથનું ર્હદય મુંબઈની સાડા ત્રણ વર્ષીય આરાધ્યા યોગેષભાઈ મુલે નામની બાળકીમાં ધબકતું કરાયું….મુંબઈની સાડા ત્રણ વર્ષીય બાળકીના હૃદયના ધબકારા છેલ્લાં દોઢ વર્ષથી ધીમી ગતિએ ચાલતા હતા….એટલું જ નહીં પણ બાળકીને દર માસે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી…જે માટે તેને નવા હૃદયનું ઓર્ગન વધુ જરૂરું હતું…14 માસનો માસુમ સોમનાથ તો આ દુનિયામાં નથી રહ્યો,પરંતુ તેનું ર્હદય હજી પણ આ બાળકીમાં કાયમ માટે ધબકતું રહેશે.જે સોમનાથના માતા પિતા માટે પણ એક ગર્વ સમાન બાબત ગની શકાય..14 માસના માસુમ સોમનાથ નું ર્હદય સુરત સિવિલ હોસ્પિટલથી ગ્રીનકોરિડોર દ્વારા સ્પાઇસ જેટ મારફતે મુંબઈ ખાતેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું..જેમાં ફક્ત 92 મિનિટ ની અંદર 269 કિલોમીટરનું અંતર કાપી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
સુરતના શાહ પરિવારના ચૌદ માસના માસુમ પુત્રની કિડની અમદાવાદ ખાતે આવેલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યા બનાસકાંઠા ના 15 વર્ષિય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપવામાં આવ્યું.
સુરત થી હમણાં સુધી કુલ પંદર જેટલા હૃદયનું દાન કરવામાં આવ્યું છે.જેમાં શાહ પરિવારના પુત્રનો પણ સમાવેશ થાય છે.જો કે ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો છે ,જ્યા એક માસુમ બાળકનું ર્હદય અને કિડની નું દાન કરવામાં આવ્યું છે. બીજી બાબત એ મહત્વની સામે આવી છે કે મુંબઈની જે સાડા ત્રણ વર્ષીય બાળકીમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે ,તે બાળકી અંગે મુંબઈમાં ખાસ કેમ્પઈન પણ ચલાવવામાં આવ્યું હતું….મુંબઈમાં ત્રણ મહિના સુધી આ બાળકીના ર્હદય ટ્રાન્સપ્લાન્ટ અંગેનું કેમ્પઈન ચાલ્યું હતું. જ્યા સુરતના શાહ પરિવારે આ ર્હદય આરાધ્યને આપી માનવતાનો એક ઉત્તમ દાખલો સમાજને પૂરો પાડ્યો છે.