દેશના વિવિધ શહેરોમાં લોકો ચીની વસ્તુનો બહિષ્કાર રહ્યા છે. ત્યારે સુરતની એક કંપનીએ ચીનની જાયન્ટ કંપની અલીબાબા ડોટ કોમ સાથે 11 વર્ષ જૂનો કરાર રદ્દ કર્યો છે. સુરતના સચિન વિસ્તારના SEZ માં આ કંપની આવી છે.
લદ્દાખ ખાતે સરહદ પર ભારત અને ચીન વચ્ચે લોહિયાણ અથડામણ થયા પછી સમગ્ર દેશમાં ચીન વિરુદ્ધ આંદોલન ચાલુ થયો છે. લોકો ચીનની વસ્તુનો બહિષ્કાર કરી રહ્યા છે. આખા દેશમાં ચીન સામે લોકો ભારે રોષ પ્રકટ કરી રહ્યા છે. જરાતના સુરત શહેરમાં ‘બોયકોટ ચાઈના’ અભિયાનની મોટી શરૂઆત થઈ છે. મળતી માહિતી મુજબ સુરતની કાલિકા ઇન્ટરનેશલ કંપની દ્વારા ચીન સાથે ઉદ્યોગનો બોયકોટ કરાયો છે અને કોન્ટ્રાકટ રિન્યુ કરવાની સ્પષ્ટ ના પાડી છે. સુરતની આ કંપનીનું ટર્નઓવર કરોડો રૂપિયા છે. ઉપરાંત પ્રથમ કસ્ટમર હોય એમ 11 વર્ષથી ગોલ્ડન સપ્લાયર તરીકે વિશેષ દરજ્જો પણ કંપનીને મળ્યો હતો.