સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી સીબીઆઈ અને અમરેલી એલસીબી પીઆઇ દ્વારા બીટકોઈન મામાલર 17 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. જે અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ માં ભોગ બનનાર બિલ્ડરે લેખિતમાં ફરિયાદ આપી છે.જો કે બિલ્ડર દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.સુરતમાં એક કંપની આઠ હજાર કરોડમાં ઊઠી ગઈ હતી. જેમાં એક પોલીસ અધિકારી ના કરોડો રૂપિયા દુબયા હોવાથી વસુલાત માટે આ માર્ગ અપનાવવામાં આવ્યો હતો.એક પોલીસ અધિકારીના કહેવા પર જ તોડનો આ સિલસિલો શરૂ થયો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામા આવ્યો છે.
સુરત ડુમસ ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન ના વ્યસાય સાથે સંકળાયેલા શૈલેશ બિલ્ડર પાસેથી સીબીઆઈ અને અમરેલી એલસીબી પીઆઇ દ્વારા કુલ 17 કરોડ પડાવ્યાનો આક્ષેપ ખુદ બિલ્ડરે કર્યા છે. બિલ્ડરે સીઆઇડી ક્રાઈમ ને કરેલી ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યું છે કે એલસીબી પીઆઇ દ્વારા પોતાનું અપહરણ કરવામા આવ્યું હતું. અપહરણ કરી કેશવ ફાર્મ લઈ જવામાં આવ્યા હતા. ત્યા એલસીબી પીઆઇએ જણાવ્યું હતું કે,સુરતમાં એક કંપની આઠ હજાર કરોડમાં ઉઠી ગઈ હતી. જે કંપનીમાં એક પોલીસ અધિકારીના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા.જે રૂપિયા ની વસુલાત કરવા હવે બીટકોઈનમાં નિવેશ કરનારા લોકોને સાણસામાં લેવાનો ઓર્ડર પણ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે. જેમાં રાજકારણીઓ પણ સામેલ છે.દરમ્યાન પી.યુ.એસ.આંગડિયા પેઢીમાં 32 કરોડનો હવાલો લેનાર ઇકબાલ ની પણ શંકાસ્પદ ભૂમિકા છે. જે હવે પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે. ત્યારે બિલ્ડર દ્વારા સીઆઇડી ક્રાઈમ ને કરવામાં આવેલ ફરિયાદમાં કેટલું તથ્ય રહેલું છે તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.