વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિને રજીસ્ટરની નિમણૂકને લઈને ભારે લપડાક મળી છે. રાજ્યના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીના આ ઉતાવળે લીધેલા નિર્ણયને ફગાવી દઈને નિમણૂક નામંજૂર કરી દેતા વિવાદનું ઘર શરૂ થયું છે.
યુનિવર્સિટીમાં કોઈને પણ જાણ કર્યા વગર કુલપતિ ડૉ.ગુપ્તાએ પાલિકામાં કાગળ લખીને પર્સનલ ઓફિસર હિરનેશ ભાવસારની રજીસ્ટર તરીકે પસંદગી કરવા માટે રજૂઆત કરી હતી. સ્થાયી સમિતિએ મંજૂરી તો આપી દીધી હતી પરંતુ સામાન્ય સભામાં મંજૂરી બાકી હતી.
તેમ છતાં સ્થાયી સમિતિના નિર્ણયને આધારે ભાવસાર ઇન્ચાર્જ રજિસ્ટર તરીકે યુનિવર્સિટીમાં બેસી ગયા હતા. બીજી બાજુ પાલિકાની સામાન્ય સભાઓની નિમણૂક પર બ્રેક મારી દીધી હતી.
આ બ્રેક વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ પાસે કુલપતિએ તેમની નિમણૂક માટે પત્ર લખ્યો હતો. રાજ્યના શિક્ષણ વિભાગે ઇન્ચાર્જ તરીકે નિમણૂક આપવાને બદલે હાલ પૂરતી નામંજૂર કરી દીધી છે. ઉતાવળે લીધે પગલાને યુનિવર્સિટીને ભારે નામોશી મળી છે.