સુરત પોલીસે એક એવા ઠગ દંપત્તીની ધરપકડ કરી છે કે જેમણે સરકારી નોકરીની લાલચ આપીને 8 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી આરોપી શૈલેષે ભોગ બનનારને પોતે નાયાબ કલેકટર છે તેવી ઓળખ આપી. અને તેની પત્ની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે તેવી ઓળખ આપી હતી.
બંને જણાએ ભોગ બનનાર પરશોત્તમ ભાઈને એવી લાલચ આપી કે અમે તમારા પુત્રને સરકારી નોકરી અપાવીશું..સરકારી નોકરીની લાલચ આપીને આ બંટી બબલીએ પરસોત્તમ ભાઈ પાસેથી ટુકડે ટુકડે 8 લાખ રૂપિયા લીધા.પરંતુ તેમ છતા તેમના પુત્રને નોકરી ન મળી. જ્યારે આ ઠગ દંપત્તીને નોકરીની વાત કરતા તો તેઓ ગલ્લા તલ્લા કરતા હતા.
જેથી પરસોત્તમભાઈને છેતરાયાનો અહેસાસ થયો. અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ મળતા આ બંટી બબલીને ઝડપી લીધા છે..આ ઠગ દંપત્તીએ અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે. તે વિશે તપાસ આરંભી છે.