સરકારે રાજ્યોમાં જેનેરિક મેડિકલ સ્ટોર એટલે કે પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરમાંથી 24 કલાક દવા મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કરી હતી, પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક વખત જેનરીક મેડીકલ સ્ટોર 24 કલાક ચાલતો નહીં હોવાનું બહાર આવ્યું છે. જેને કારણે દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ગુજરાત રાજ્યના દર્દીઓને વિવિધ બીમારીઓમા લેવાતી દવાઓ 20થી 80 ટકા સસ્તી મળી રહે તે માટે રાજ્ય સરકારે રાજ્યભરમાં પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર એટલે કે જેનરીક મેડીકલ સ્ટોરમા 24 કલાક દવાઓ મળશે. તેવી વ્યવસ્થા શરૂ કરી છે. આવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે.
શરૂઆતમાં તો સરકારના નિયમ મુજબ આ મેડીકલ સ્ટોર ચાલુ રાખવામાં આવ્યો હતો. બાદમાં ધીરે ધીરે કેટલીક જાહેર રજાઓમાં અમુક દિવસ બંધ તો અમુક દિવસ અડધો દિવસ ચાલુ રાખવામાં આવતો હતો. જોકે અમુક દિવસે રવિવારે પણ અડધો દિવસ ચાલુ રાખતો તો અમુક વખત આખો દિવસ બંધ રખાતો છેલ્લા ઘણા સમયથી તો રાત્રિના સમયે આ સ્ટોર રહેતો હતો.
દરમિયાન ગઈકાલે વધુ એક વખત રવિવારે બપોર પછી સિવિલ ખાતેનો જેનરીક સ્ટોર બંધ હતો. જેથી દર્દીઓએ ખાનગી મેડિકલમાંથી દવા ખરીદવાની નોબત આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ સ્ટોર 24 કલાક ચાલુ રાખવા માટે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ કોઈ સ્ટોર વાળાઓને કહ્યું હતું. છતાં અધિકારીનો આદેશ માનવા તૈયાર નહીં હોય એવું લાગે છે. જોકે આદેશની ઐસી કી તૈસી કરીને ગઈકાલે પણ બપોર પછી વધુ એક વખત બંધ રાખવામાં આવ્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે જેનરીક મેડીકલ સ્ટોર ચોવીસ કલાક ચાલુ રાખતો નહીં હોવા અંગે અંગે આરોગ્ય અધિકારીની જાણ કરવામાં આવી હતી. આ અંગે ફરી આરોગ્ય અધિકારીને જાણ કરી બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.