વિવિંગ ઉદ્યોગમાંથી પણ મોટી સંખ્યામાં કારીગર વર્ગ વતન અને ફરવા નીકળી ગયો હોવાથી, દિવાળી પછી વણાટના એકમો સમયસર શરૂ થાય એમ નથી અને તેને કારણે ગ્રેના ઉત્પાદનમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો આવવાની ભીતિ છે. કારીગર નહીં હોવાથી ગ્રેના ઉત્પાદનમાં દૈનિક એક કરોડ મીટરની કમી ઊભી થશે.
ગ્રેનો જે ભરાવો હતો તે દિવાળી પહેલાં વેપારી વર્ગ તરફથી થયેલી ખરીદીને કારણે પૂરો થઈ ગયો છે.વિવર્સ પાસે અત્યારે ગ્રેનો સ્ટોક રહ્યો નથી. વળી દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી હોવાથી, વેપારીઓને ફિનીશ્ડનો માલ બનાવવા માટે ગ્રેની જરૂર પડવાની જ છે.પરંતુ કારીગર પૂરતા પ્રમાણમાં ન હોવાથી ગ્રેના ઉત્પાદનમાં ઘટાડાની અસર કાપડ બજાર ઉપર આડકતરી રીતે જોવાશે.