અદીસ અબાબાની પાસે ઇથોપિયન એરલાઇન્સનું વિમાન બોઇંગ 737 ગઈકાલે ક્રેશ થઇ ગયું હતું. વિમાન કેન્યાની રાજધાની નૈરોબી જઇ રહ્યું હતુ. વિમાનમાં કુલ 149 યાત્રીઓ અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેનમાં બેસેલા તમામ મુસાફરોના મોત થયા છે. જેમાં સુરતનું આખ્ખું પરિવાર પણ કરુણ રીતે મોતને ભેટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ પાછલા 18 વર્ષથી કેનેડામાં સેટલ થયેલા પ્રેરિત દિક્ષીત પોતાની પત્ની ઉષા દિક્ષીત અને પુત્રી આશકા (16) અને નાની દિકરી અનુષ્કા (13) સાથે ફરવા માટે આફ્રિકા જઈ રહ્યા હતા. તેઓ ટોરેન્ટોથી બેઠાં હતા અને ઈથોપિયા પહોંચીને ત્યાંથી નૈરોબી જવા માંગતા હતા પરંતુ કાળમુખી ફ્લાઈટ ઉડાન ભરતાંની સાથે જ મીનીટોમાં ક્રેશ થઈ ગઈ હતી. તમામ મુસાફરોમાં મોતને ભેટ્યા હતા. તેમાં આખ્ખો દિક્ષીત પરિવાર પણ મોતને ખપ્પરમાં હોમાઈ જપા પામ્યું છે.
સુરતના ઉધના-મગલ્લા ખાતે આવેલા ચાઈનાગેટ નજીકના સ્વપ્નીલ બંગલોઝમાં રહેતા પ્રેરિત દીક્ષિત,પત્ની કોશ મોટી દીકરી આશકા 16 વર્ષ નાની દીકરી અનુષ્કા 13 સાથે સાસુ સસરાનું પણ મોત થયું છે. સાસુનું નામ હંસિકાબેન વૈધ અને સસરાનું નામ પન્નીકેશ વૈધ છે. સાસુ-સસરા સહિત દિકરી-જમાઈનો પરિવાર પ્લેન ક્રેશમાં મોતને ભેટતા સમગ્ર પરિવારમાં માતમનો માહોલ છે.હંસિકાબેન અને પન્નીકેશ વૈદ્ય અમદાવાદમાં રહે છે.
પ્રેરિત દિક્ષીતના માતા પરિન્દા દિક્ષીતે દુખ સાથે જણાવ્યું કે બધા આફ્રિકા જવાના હતા પરંતુ કમનસીબે બધા કાળનો કોળીયો બની ગયા છે. સરકારને જાણકારી આપવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા કોઈ આશ્વાસનનો શબ્દ પણ કહેવામાં આવ્યો નથી. તેઓ 18 વર્ષથી ટોરેન્ટો-કેનેડામાં રહે છે. કેન્યા, મોમ્બાસા, નૈરોબી જેવા શહેરોમાં ફરવા નીકળ્યા હતા.
પ્રેરિતના પિતા વિરેન્દ્ર દિક્ષીતે કહ્યું કે મારો પુત્ર કેયૂર દિક્ષીત અને તેનો સાળો સુષ્મા સ્વરાજ સાથે કોન્ટેક્ટમાં છે. મારા માતા-પિતા ગુમાવ્યા છે. બોડી જોઈએ અને કેનેડા જવાની ઈચ્છા છે.તેમના ડેડ બોડી મળી જાય તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારને અમે કશું કહ્યું નથી.