મુંબઈની હોટેલમાં બનેલી ઘટના બાદ સુરત મનપા અને ફાયર વિભાગ ફરી સક્રિય થયું છે.જેને લઈ આજ રોજ શહેરની બે જેટલી રેસ્ટોરન્ટને શીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પ્રાઈમ આરકેડ માં જલારામ ખીચડી નામની રેસ્ટોરેન્ટ આવેલી છે. શહેરમાં જલારામ ખીચડી રેસ્ટોરેન્ટ એક મોટું નામ ધરાવે છે. સુરત મનપા અને ફાયર વિભાગના અધિકારીઓએ સંયુક્ત કામગીરી હાથ ધરી જલારામ ખીચડીમાં તપાસ હાથ ધરી હતી. મુંબઈની હોટેલમાં આગની ઘટનામાં ફાયર સેફટીનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં અહીં પણ ફાયર સેફટીના તમામ ઈકવિપમેન્ટ થી લઈ એનઓસી સુધીના તમામ દસ્તાવેજી કાગળોની ચકાશની કરવામાં આવી હતી. સાથે જ રેસ્ટોરેન્ટના સંચાલક દ્વારા આરોગ્યનું લાયસન્સ પણ રીન્યુન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ રેસ્ટોરેન્ટને શીલ મારી દેવામાં આવ્યું હતું.
સુરતના રાંદેર સ્થિત તાડવાડી વિસ્તારમાં આવેલ રેસ્ટોરેન્ટમાં પણ ફાયર અને મનપા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. અહીં આવેલ સુગર એન્ડ સ્પાઇસ નામની રેસ્ટોરેન્ટમાં તપાસ દરમ્યાન કેટલીક શ્રતી જણાઈ આવી હતી. રેસ્ટોરેન્ટ સંચાલકે ફાયર વિભાગના સાધનોની એનઓસી તેમજ લાઇસન્સ રીન્યુન હતું કરાવ્યું. જેના કારણે અહીં પણ કડક કાર્યવાહીના ભાગરૂપે રેસ્ટોરેન્ટને શીલ મારી દેવામાં આવી હતી.
એક જ દિવસમાં બે રેસ્ટોરેન્ટને શીલ મારી દેતા અન્ય સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સુત્રોની વાત માનીએ તો તંત્રની કામગીરીના પગલે કેટલાક રેસ્ટોરેન્ટ માલિકો તો તાબડતોબ બંધ કરી નવ દો ગિયારહ થઈ ગયા હતા.
મુંબઈની ઘટના બાદ સુરત મનપાના કમિશનરના આદેશ બાદ તંત્રના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. શહેરભરની રેસ્ટોરેન્ટોમાં તપાસ કરી અધિકારીઓ દ્વારા નોટિસ બજાવવાની સાથે શીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે દરમ્યાન અગાઉ પણ બે જેટલી રેસ્ટોરેન્ટને સુરત મનપા અને ફાયર વિભાગ દ્વારા શીલ મારી દેવામાં આવ્યું છે.