સત્ય ડે દૈનિકમાં છપાયેલા અહેવાલ બાદ મનપા કમિશનરે ઉધના ઝોન શાલીમાર સોસાયટીના ગેરકાયદે બાંધકામનું ડીમોલેશન કરાયું
સત્ય ડે દૈનિકમાં છપાયેલા અહેવાલ બાદ મનપા કમિશનરે અહેવાલને પગલે ઉધના ઝોનના અધિકારીઓને તત્કાલ ડિમોકલેશન કરવાની માહિતી આપી હોવાની જાણવા મળેલ છે. ઉધના ઝોનના અધિકારી દ્વારા આ બાંધકામ બચાવવા ધમપછાડા કરવામાં આવી રહ્યા હતા . છ મહિના અગાઉ અપાયેલી નોટીશને પણ એક સામાન્ય કાગળ રાફે-દફે કરવાનો પપ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યાંજ સત્ય ડે દૈનિક ની ટીમને માહિતી મળતા સત્ય ડે દૈનિક માં અને સત્યડે.કોમ વેબસાઈટ પર વિગતવાર માહિતી અને અહેવાલ પ્રકાશિત કરાયા બાદ ઉપલા અધિકારીઓ સુઘી મામલો પહોંચતા અધિકારીઓ એ ગેરકાયદે બાંધકામને તપાસવા ઉધના ઝોન ની એક ટીમને સ્થળ પર મોકલ્યા બાદ મંગળવારના દિવસે બુલડોઝર ફેરવી ગેરકાયદે બંધ કામને તોડી પડ્યું હતું .આવીજ રીતે સત્ય ડે અને સત્યડે.કોમ ઉધનાઝોન મેઈન રોડ પર આવેલા ગેરકાયદે બાંધકામો અને સંજયનગર સોસાયટી જેવી અનેક સોસાયટીમાં થતા ગેરકાયદે બાંધકામોના અહેવાલ પ્રકાશિત કરશે અને જાડી ચામડીના બની બેઠેલા અધિકારીઓની કમર કસવા મજબુર કરશે .
સત્યડે અને સત્યડે.કોમ વારંવાર આ અહેવાલો પ્રકાશિત કરાયા બાદ ઉપલા અધિકારીઅને ફરિયાદ નો દોર શરૂ રખાયો હતો .જેના પગલે ગેરકાયદે કરનાર બિલ્ડરો અને બિલ્ડરો પાસેથી પ્રસાદી લઇ તેમને સુરક્ષા કવચ આપનારા કોર્પારેટરોની શાન ઢેકાણે આવી ગઈ હતી . મનપા દ્વારા આજ રોજ કરાયેલા ડીમોલેશનમાં માસમોટું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું હતું અને દૂર કરાયા બાદ બિલ્ડર પાસેથી વહીવટી ચાર્જ પેટે મોટી રકમ પણ વસુલાઈ હોવાનું જાણવા મળ્યું છે .
ઉન વિસ્તારમાં આવેલા સંજય નગરમાં ચાલતા ગેરકાયદે બાંધકામોં અને અધિકારીઓની મિલીભગતમાં થઇ રહેલા બ્રષ્ટાચાર અંગે સત્ય ડે અને સત્યડે.કોમ આવતા અંકોમાં પ્રકાશિત કરશે અહેવાલ