Surat News – કેદીઓ ને રોજગારી આપવા ના હેતુથી સુરત લાજપોર જેલમાં ભજીયા હાઉસ ની શરૂઆત
લોકો ને ટેસ્ટ અને કેદીઓ ને રોજગારી આપવા ના હેતુથી સુરત લાજપોર જેલમાં ભજીયા હાઉસ ની શરૂઆત કરવામાં આવી છે રૂપિયા 80 લાખના ખર્ચે બનેલા લાજપોર જેલ ભજિયા હાઉસના ઉદઘાટન પોલીસ મહાનિર્દેશક જેલ , ગુજરાતના હસ્તે કરાયું છે. ભજિયા ઉપરાંત 17 પ્રકારની બેકરી આઇટમ પણ વેચાણમાં મુકવામાં આવી છે.
ડો. કે.એલ.એન રાવ
(પોલીસ મહાનિર્દેશક જેલ , ગુજરાત) એ જણાવ્યું હતું કે સુરતીઓ ટેસ્ટી ખાવાના શોખીન છે . સુરતીઓને આકર્ષવા માટે 10 વર્ષ કરતાં વધુના સમયથી લાજપોર જેલના કેદીઓ દ્વારા ભજિયા હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે . પહેલાં જેલ રિંગ રોડ ઉપર હતી . જે કેટલાંક વર્ષથી લાજપોર શિફ્ટ થઇ છે . સુરતથી નવસારી , વલસાડ , મુંબઇ જવા માંગતા લોકોને આકર્ષી શકાય તે સાથે તેમને આરામ દાયક બેઠક મળી રહે અને સાથે ટેસ્ટી નાસ્તો મળી રહે તે માટે પ્રચલિત આઉટ હાઉસના કલ્ચરને ધ્યાનમાં રાખી 80 લાખના ખર્ચે નવું ભજિયા હાઉસ બનાવવામાં આવ્યું છે .
ડો. કે.એલ.એન રાવ એ
વધુમાં જણાવ્યું હતું કે, આ ભજિયા હાઉસની ખાસિયત એ હશે કે અહીં જેલના કેદીઓ દ્વારા જ તમામ વાનગીઓ બનાવવામાં આવે છે. સંચાલન પણ તેમના જ હસ્તે થશે . ભજિયા ઉપરાંત 17 પ્રકારની બેકરી આઇટમ પણ વેચાણમાં મુકવામાં અવાઈ છે. જે સંપૂર્ણ હાઇજેનિક છે.