રાજ્યમાં બુટલેગરો બાદ હવે ડ્રગ્સ પેડલરો સક્રિય બન્યા છે વિદેશમાંથી યેન કેન પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ગુજરાતમાં ઠાલવામાં આવી રહ્યો છે ગુજરાત સહિત દેશભરમાં યુવાધન નશા લતે ચડાવી યુવાનોના સ્વાસ્થય સાથે ચેડા કરી ડ્રગ્સ પેડલરો કરોડ રૂપિયા ખંખેરી રહ્યા છે જેમાં પહેલા ડ્રગ્સ માટે મુંબઇ ,પંજાબ હબ ગણાતું હતુ હવે ધીમે ધીમે ગુજરાતએ હરોળમાં આગળ વધી રહ્યો તેવું લાગી રહ્યો છે થોડાક દિવસ આગાઉ અદાણી બંદર ખાતેથી કેન્ટનરમાં 3 હજાર કરોડનું ડ્રગ્સ SOGએ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ મોરબીના સલાયા બંદરથી 600 કરોડનો હેરોઇન ગુજરાત એ ટી એસ ઝડપી પાડ્યો હતો એક બાદ એક પેડલરોની ખેપ રાજ્યની એજન્સીઓએ નિષ્ફળ બનાવી છે પેડલરો આટલા થી અટક્યા નથી સૌથી સુરક્ષિત ગણાતા એરપોર્ટ પરથી પણ નવા નવા કિમિયો અજમાવી ડ્રગ્સ ઘૂસડવાના પ્રયાસો થયા હતા જો કે DRI સમયસૂચક્તા ખેપ નિષ્ફળ નિવડી હતી ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી કડક વલણ બાદ પણ પેડલરોના પેટનું પાણી હલતું નથી ડ્રગ્સ એવો તો કોનો પીઠબળ છે તે સૌથી મોટો સવાલ થઇ રહ્યો છે?
વધુ એક ડ્રગ્સ ઘૂસડવાનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે આરોપી દ્ઘારા મુંબઇથી મોટી માત્રમાં ડ્રગ્સ ગાડીમાં ગુજરાત લાવી રહ્યો હતો તે દરમિયાન સુરત ક્રાઇમબ્રાન્ચને ખાનગી રાહે બાતમી મળતા લાજપોર નજીક આવેલા કપલેટા ચેક પોસ્ટ પર ક્રાઇમબ્રાન્ચે વોચ ગોઠવી કાર અટકાવી હતી જેમાં તલાશી લેતા 100 ગ્રામથી વધુ મેફડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેં અંગે આરોપી મોંહંમ્દ સિદ્દીક ઉર્ફે રાજા બોમ્બેવાલ નામના શખ્સની ધરપકડ કરી હતી ડ્રગ્સની બજાર કિંમત 10 લાખથી વધુ આંકવામાં આવી છે,