પદ્માવતને લઈ થયેલી હિંસામાં કરણી સેના સહિત સંગઠનો સામે નોંધાયો ગુનો.
સુરતમાં ફિલ્મ પદ્માવતીના વિરોધમા થયેલી હિંસાને લઈ સુરત પોલીસ કમિશનરે આજ રોજ પત્રકાર પરિષદ યોજી હતી.પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે થયેલી હિંસામાં વધુ ઓગણીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાં ઉશ્કેરણીનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ સાથે કરણી સેના ,સૂર્ય સેના ,ભવાની સેના તેમજ મહાકાલ સેના સહિત અલગ અલગ સંગઠનો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓના નેતાઓની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.
પત્રકાર પરિષદને સંબોધતા શર્માએ જણાવ્યું કે ,સુરતમાં જે પ્રકારે હિંસા બની,તેમાં ઉશ્કેરણી કરવામાં આવી હતી.સુરતના સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારત હિન્દૂ યુવા દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી.જે બે વ્યક્તિએ હાથમાં પેટ્રોલ અને પથ્થર લઈ ઉશ્કેરણી કરવાનું કામ કર્યું હતું.આ બને સામે પણ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. હમણાં સુધી થયેલી હિંસામાં વધુ 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે.રવિવારના રોજ બનેલી હિંસા બાદ કોઈ હિંસાનો બનાવ સામે નથી આવ્યો.જો શહેરની શાંતિ ભંગ કરવાનું કામ કોઈ કરશે તો કડક હાથે કામ લેવામાં આવશે.
વધુમાં જણાવ્યું કે ,ગત રોજ થિયેટર માલિકો સાથે મિટિંગ મળી હતી.જેમાં 25 મી તારીખના રોજ થિયેટર માલિકોએ ફિલ્મ પદ્માવત રિલીઝ કરવાની ના પાડી છે.25 મી તારીખ બાદ થિયેટર માલિકો વિચારણા કરશે તેવી વાત જણાવી છે.શહેરમાં થયેલી હિંસામાં તોફાન દરમ્યાન કોણ કોણ લીડર સામેલ હતા તે તપાસ કરવામાં આવી રહી છે.સાથે જ મહિલા પીએસઆઇ સાથે ગેરવર્તન કરનાર બે ઇસમોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. હિંસામાં શામેલ આરોપીઓ જેલમાંથી ભલે જામીન મુક્ત થઈ જશે, પરંતુ ત્યારબાદ પોલીસ આવા લોકો સામે પ્રિવેંશન એકટ હેઠળ કાર્યવાહી કરશે.જે થીયેટર માલિકો ફિલ્મ રિલીઝ કરવા માગતા હોય ,તેને પોલીસ પૂરતી સુરક્ષા પુરી પાડશે.શર્માએ ફિલ્મ પદ્માવતના રિલીઝ ને લઈ જણાવ્યું કે ,સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સુરક્ષા બાબતે કહ્યું છે તે પ્રમાણે સુરતમાં તમામ સુરક્ષા રાખવામાં આવશે.