સુરત પોલીસે વરાછા વિસ્તારમાં કૂટણખાના પર દરોડો પાડી લલનાઓ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. વરાછાના મારૂતિનગર વિસ્તારમાં પોલીસે રેડ કરી હતી.
પોલીસને બાતમી મળી હતી કે મારૂતિ નગર ચોક વિસ્તારમાં કેટલાક લોકો સ્પાની આડમાં દેહવેપારનો ધંધો ચલાવી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને આજે દરોડો પાડ્યો હતો. વરાછા પોલીસે પાડેલા દરોડા દરમિયાન 6 બાંગ્લાદેશી યુવતીઓ અને સંચાલક સહિત દેહવેપારમાં દલાલીનો ધંધો કરતા વ્યક્તિની ધરપકડ કરી છે.
પોલીસે તમામની સામે આઈપીસીની કલમ હેઠળ કાર્યવાહી કરી છે. મહત્વનું એ છે કે બાંગ્લાદેશી યુવતીઓને દેહ વેપારના ધંધામાં સપડાવી રૂપિયા કમાવી કમાતા તમામ તત્વો પર પોલીસ સિકંજો કસ્યો છે. અગાઉ પણ પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહવેપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. સ્પાની આડમાં દેહવેપારના ધંધાની ઘટનાઓ ઉત્તરો-ઉત્તર વધતી જોવા મળી રહી છે.
ભારતી સ્વાઈ નામની મહિલા અને જંયતિ નારણ ગઢીયા દ્વારા આ કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે બોગસ ગ્રાહક મોકલી કન્ટ્રોલ રૂમમાં આવેલા મેસેજને વેરીફાઈ કર્યો હતો અને પોલીસે મોકલેલા બોગસ ગ્રાહક દ્વારા કૂટણખાનું ચાલતું હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.