સુરત:છેલ્લા કેટલાય સમયથી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા ત્યારે ગતરોજ રાત્રીના ૩ વાગ્યાના અરસામાં મેઘરાજાએ સુરતમાં પધરામણી કરી હતી જોરદાર પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાન શાહી સવારી સુરત આવી પહોચી હતી જોરદાર પવન સાથે વાવાઝોડું આવતા સુરતમાં કેટલાક સ્થળે ઝાડ પડવાના બનાવો પણ બન્યા હતા ..
સુરતમાં ૩ વાગ્યે એકાએક આકાશમાં વીજળીના કડાકા ભડાકા થયા અને જોરદાર પવન ફૂકતાની સાથે જ સુરતમાં મેઘરાજાનું આગમન થયું હતું જેના કારણે ગરમીથી લોકોને રાહત મળી હતી જો કે પહેલા જ વરસાદે ફાયર બીગ્રેડને દોડતી કરી દીધી હતી મોડી રાત્રે જોરદાર પવન ફૂકાતા ફાયર વિભાગ આખી રાત દોડતું રહ્યું હતું કેટલાક લોકોના ઘરના છપરા ઉડી ગયા હતા તો કેટલીક જગ્યા પર ઝાડ જમીન દોસ્ત થયા હોવાના ૪૦ જેટલા કોલ મળ્યા હતા એકાએક વાવાઝોડું ફૂંકાતાં અનેક છાપરા ઊડી ગયાં હતાં. પશુઓ પરેશાન થયા હતા. ફૂટપાથ પર રહી જીવન વ્યતીત કરનારા લોકો પણ મૂસિબતમાં મૂકાયા હતા. દિવસ હોય તો કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી શકે પરંતુ મોડી રાત્રે ત્રણ વાગ્યે વાવાઝોડું શરૂ થતાં આવા તમામ લોકોને સ્થળાંતર કરવાની તક જ મળી ન હતી. પરિણામે વાવાઝોડાનો સામનો કરવા સિવાય છૂટકો ન રહ્યો.વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ છાપરા ઉડવાની ઘટના બની હતી. જેને લઈને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોના ઘરના છાપરા ઉડી ગયા હતા. જેમાં 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સ્વ્લ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ક્યાં કેટલો વરસાદ પડ્યો
સુરત-35 મીમી
બારડોલી-15 મીમી
ચોર્યાસી- 12 મીમી
કામરેજ- 5 મીમી
મહુવા- 1 મીમી
માંડવી- 12 મીમી
ઓલપાડ- 40 મીમી
પલસાણા- 8 મીમી
માંગરોળ- 35 મીમી
વાલોડ- 22 મીમી