સુરત : સુરતમાં શિક્ષકની ક્રુરતાનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે.જ્યાં ધોરણ ચાર માં અભ્યાસ કરતા એક માસુમ બાળકને શાળાની મહિલા શિક્ષિકા દ્વારા લાકડી અને લાતો વડે માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.માસુમ બાળકે હોમવર્ક નહીં કરતા શિક્ષિકા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનું પીડિત બાળકે જણાવ્યું છે.જ્યાં બાળકના વાલી દ્વારા ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી છે.
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને પ્લમ્બરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કેતનભાઈ સોલંકે નો ચાર વર્ષીય પુત્ર ઉધના રામનગર ખાતે આવેલ રામકૃષ્ણ પરમહંસ લિટલ સ્ટાર શાળાના ધોરણ છ માં અભ્યાસ કરે છે.મંગળવારના રોજ માસુમ બાળક પોતાના નિયત સમય પ્રમાણે વહેલી સવારે શાળાએ ગયો હતો.જ્યા મહિલા શિક્ષિકા નયન પટેલ દ્વારા માસુમ બાળકને લાત અને લાકડીના ફટકા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો.જેના કારણે બાળકના પીઠ અને હાથના ભાગે ઇજાના નિશાન પડી ગયા હતા..શિક્ષિકા દ્વારા બાળકને હોમવર્ક આપવામાં આવ્યું હતું.જે બાળકે પૂરું ન કરતા મહિલા શિક્ષક નિર્દયી બની હતી અને બાળકને ક્રૂરતાપૂર્વક ફટકાર્યો હતો.બીજા દિવસે બાળક ઘબરાયેલી સ્થિતીમાં જોવા મળતા પિતાએ કારણ પૂછતાં સમગ્ર મામાલો સામે આવ્યો હતો.પીડિત બાળકના પિતાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાલીની ફરિયાદ બાદ ઉધના પોલીસ શાળાએ પોહચી હતી અને નિર્દયી શિક્ષિકાની ધરપકડ કરી હતી.તો બીજી તરફ શાળાના આચાર્યે પોતાના શાળાનું નામ બદનામ ન થાય તે માટે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કડક પગલા ભરવાની બાંહેધરી આપી હતી.એટલું જ નહીં આ શાળાનો પ્રથમ કિસ્સો નથી ,પરંતુ અગાઉ પણ વિવાદમાં આવી ચુકી છે.અગાઉ આ શાળામાં એક બાળકે હોમવર્ક ન કરતા તેના વાળ કાપી નાખવામાં આવ્યા હતા.જે ઘટના માટે પણ આચાર્ય દ્વારા ખુલાસો આપવામાં આવ્યો હતો.
માસુમ બાળકને મહિલા શિક્ષિકા દ્વારા માર મારવાના મામલામા જિલ્લા શિક્ષણધિકારીએ પણ આ મામલાને ગંભીરતા થી લીધી હતી.જ્યાં જિલ્લા શિક્ષણધીકારીની ટિમ પણ શાળાએ પોહચી હતી.અધિકારીઓએ સમગ્ર મામાલનો ચિતાર મેળવી આચાર્ય સાથે ચર્ચા કરી હતી.બાદમાં શાળાના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી.જ્યાં સીસીટીવી માં સ્પષ્ટપણે મહિલા શિક્ષિકા એક માસુમ બાળક ને ક્રૂરતાપૂર્વક ફટકારતી હોવાની સામે આવ્યું છે.જે પ્રકારે સીસીટીવી સામે આવ્યા છે ,તે પરથી કહી શકાય કે માસુમ ભૂલાકાઓને આવી મહિલા શિક્ષિકા કેટલી હદે અત્યાચાર ગુજારે છે…જો કે જોવાનું એ રહેશે કર પોલીસ અને જિલ્લા શિક્ષણધિકારી હવે શું પગલાં ભરે છે.