સુરતઃ પોલીસ ધારે તો શું નથી કરી શકતી એનું ઉદાહરણ તાજેતરમાં વલસાડ પોલીસે આપ્યું હતું. અને હવે સુરત પોલીસે પણ એક બાળકીના અપહરણ કરનાર યુવકને શોધી કાઢ્યો છે. પોલીસે નરાધમને શોધવા માટે 10,000થી વધારે પોસ્ટરો છપાવ્યા હતા. બાળકીનો ફોટો કે આરોપી કોઈ વિગત નહિ હોવા છતાંય પોલીએ બાળકીને છોડાવીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે
બનાવની વિગતો એવી છે કે સુરતમાં આજથી અઢી મહિના પહેલાં પાંડેસરાના ગોવાલક નગર ખાતે ક્ષેત્રપાલ નગરમાં રહેતો ઝારખંડના પરિવારની 3 વર્ષની બાળકી અચાનક ગુમ થઇ જવાની તેના પાલક પિતાએ ફરિયાદ આપી હતી. જોકે પડોસમાં રહેતો સંજય રાવળ નામનો યુવાન બાળકીને લઇ ગયા બાદ બાળકી ગુમ થઈ હતી. જોકે પિતાએ જયારે પોલીસ ફરિયાદ કરી ત્યારે પાલક પિતાએ પોલીસને જાણકારી આપી હતી કે પાડોસી સંજયે હું ઈશિતાને થોડીવાર રમાડવા લઈ જાઉં છું એમ કહીને લઇ ગયો હતો.
જોકે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પણ પોલીસ માટે સમગ્ર કેસમાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આરોપીનો ફોટોગ્રાફ અને કોઈ ચોક્કસ સરનામું ન હતું એટલું જ નહીં નિશ્ચિત આનો પણ કોઈ ફોટો ન હોવાથી કેવી રીતે તપાસ કરવી તે એક મોટો પ્રશ્ન હતો. પોલીસે આ અંદાજે 10 હજાર કરતાં વધારે અલગ અલગ ભાષાઓમાં પોસ્ટર છપાવીને નિશિતા ના ગુમ થયા અંગે લોકો સુધી માહિતી પહોંચાડી હતી. આરોપી સંજય રાવળ કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોય પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તમામ કેટરીના સાથે જોડાયેલા લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા હતા.
સંજય રાવળનું કોઈ ચોક્કસ સરનામું ના હોવાથી પાંડેસરા વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં બ્રિજના નીચે રહેતાં લોકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે તેની શોધખોળ કરતા અંદાજે 250 જેટલા અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.
જેમાં તેમને આરોપી ત્રણ વર્ષીય નિશિતાને લઈ જતો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે તે વિસ્તારના લોકોનો સંપર્ક કર્યો હતો જેમાં તેમને કેટલીક મહત્વની બાબતો જાણવા મળી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનના દિગ્વિજય સિંહને મળેલી બાતમીના આધારે પોલીસે સુરત રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવી હતી.
સુરત રેલવે સ્ટેશનથી આરોપી સંજય રાવળની ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસે ઝડપી પડેલા આરોપી પૂછપરછ સાહરુ કરતા આરોપી સંજય રાવળ અપહરણ કરીને નિશિતા ને પંચમહાલ જિલ્લાના કાતોલી ગામ ખાતે તેની કૌટુંબિક મામીના ઘરે મૂકી આવ્યો હતો.
પાંડેસરા પોલીસે જરા પણ વિલંબ કર્યા પંચમહાલ પહોંચીને દીકરીનો કબજો લઈ લીધો હતો જોકે પોતાને કોઈ દીકરી નહિ હોવાને લઈને તેને આ 3 વર્ષની બાળકીનું અપહરણ કારિયાણી કબૂલાત કરી હતી જોકે તે આ બાળકીને પોતાની દીકરીની જેમાં રાખતો હોવૈ પોલીસ સામે કબૂલાત કરી હતી જોકે પોલીસ બાળકીને લઇને સુરત તો આવી પણ હાલમાં તેનું પરિવાર ગુમ થઇ ગયું છે જી લઈને હબવે આ બાળકીને ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવી છે આરોપીની કોઈપણ ચોક્કસ ઓળખના પૂરાવા ન હોવા છતાં પાંડેસરા પોલીસે ભારે જહેમત ઉઠાવીને દીકરીને શોધી કદી હતી.