ગણતરીના કલાકોમાં સુરત થી શિરડી જવા માંગતા સુરતીવાસીઓ માટે રાહતના સમાચાર છે.કારણ કે સુરતની વેન્ચયૂરા એરલાઇન્સ કંપની આગામી સપ્તાહના ગુરુવારથી સુરત – શિરડી વચ્ચેની ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે.જ્યાં આજ રોજ કંપની દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદ માં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
પત્રકાર પરિષદને સંબોધતા વેન્ચયૂરા એરલાઇન્સ કંપનીના સભ્ય ઈશ્વર ધોળકિયા જણાવ્યું હતું કે ,વેનચુરા એરલાઇન્સ કંપની સુરતથી શિરડીની ફ્લાઇટનો પ્રારંભ કરવા જઈ રહી છે. જેનો પ્રારંભ ગુરુવારથી થવાનો છે.જો કે આજ રોજ કેટલાક યાત્રીઓ જોડે સુરતથી શિરડી ટ્રાયલ પણ લેવામાં આવશે. વધુમાં જણાવ્યું કે,સાઉથ ગુજરાત અને દક્ષિણ ગુજરાત ના લોકોની માંગ ને લઈ આ ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે.ટિકીટનો પર વ્યક્તિ દીઠનો દર 3500 થી 5000 ની વચ્ચે રહેશે..વેનચુરા એરલાઇન્સ પાસે હાલ બે એરક્રાફ્ટ છે.જ્યાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે.
છેલ્લા બે મહિનાથી સુરત અને શિરડી વચ્ચે આ અંગે સર્વે કરવામાં આવ્યું હતું.65 ટકા જેટલી કનેક્ટિવિટી હાલ શિરડી માટે તૈયાર થઈ છે.શિરડીની સાથે બોમ્બે,દિલ્લી અને હૈદરાબાદની હાલ વેનચુરા એરલાઇન્સ દ્વારા ફલાઇટ કાર્યરત છે.દરમ્યાન એક કલાકની અંદર સુરતવાસીઓ શિરડી ધામ પોહચી શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતની ફલાઇટ માટે રાજ્ય સરકાર ઇનસેન્ટિવ આપતી હતી,જો કે ગુજરાત બહાર જતી ફ્લાઇટ માટે કોઈ ઇનસેન્ટિવ નથી મળી રહ્યું.જે માટે મહારાષ્ટ્ર સરકાર પાસે દરખાસ્ત મુકવામાં આવશે.
ગુજરાત સરકારની જેમ મહારાષ્ટ્ર સરકાર પાસે સબસીડી મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે.આ સાથે સુરત રન વે નું કામ તાકીદે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ છે .