આખા શહેરમાં પોતાના આતંક માટે ઓળખાતી ભૂરી ડૉન વરાછા પોલીસ ના સકંજામાં આવી ગઈ છે. હોળીના દિવસે પોતાની ગેંગ સાથે રોડ પર લોકો ને ધારદાર હથિયાર બતાવી ધમકાવનાર ભૂરી ડૉનનો બોયફ્રેન્ડ સંજય ભૂરા સાથે ધરપકડ કરવામાં આવી છે. લોકોમાં આતંક મચાવનાર ભૂરી ડૉનના વાયરલ વિડીયો બાદ તેને શોધવામાં પોલીસ ને પરસેવો નીકળી ગયો હતો. આખરે સુરત નજીકથી તેની ધરપકડ કરવામાં આવી છે.
ફેસબુક પર મૉડલની જેમ ફોટો રાખનાર, હજારો ફોલાવર્સ ની ફેવરિટ અને સુરતમાં હથિયાર બતાવી લોકોમાં આતંક મચવાનાર ખુબસુરત લેડી ડોન આખરે પોલીસના હાથે ચડી ગઈ છે. હોળીના દિવસે વરાછા વિસ્તારમાં તેના હથિયાર સાથે થયેલા વાયરલ વિડીયો બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસ તેને શોધી રહી હતી. ખાસ તેના વતન સૌરાષ્ટ્ર ખાતે પણ પોલીસની ટીમ જઈ આવી પરંતુ ભૂરી ડૉને ત્યાં પણ પોલીસ ને ચકમો આપી દીધો હતો. આખરે પોલીસ ને જાણ થઈ કે ભૂરી ડૉન પોતાના બોયફ્રેન્ડ સાથે સુરત આવી રહી છે ત્યારબાદ થી પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા અને બુરી ડૉન ને તેના બોયફ્રેન્ડ સંજય ભુરા સાથે પકડી પાડ્યા હતા.
ભૂરી ડૉન તરીકે ઓળખાતી અસ્મિતા બા ગોહિલ માત્ર ચહેરા થી જ માસૂમ છે. તેની ઉપર બે અપરાધિક ગુન્હા સુરત પોલીસ અગાઉ દાખલ કરી ચુકી છે જેમાં ખંડણી અને ધાકધમકી સામેલ છે. જાહેરમાં લોકો ને ધમકી આપવી અને ખંડણી માંગવી આ તેનો શોખ હતો. અસ્મિતાએ પોતાની જેમ જ બોયફ્રેન્ડ પણ શોધી કાઢ્યો હતો જેની સાથે તે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. સંજય ભુવા ચકચારીત ભુપત આહીર કેસમાં મર્ડર નો આરોપી છે . તેની ઉપર બે મર્ડર સહિત ચાર ગુન્હા સુરત પોલીસ દાખલ કરી ચુકી છે. હાલ આ બંને પોલીસ સ્ટેશન ના સળિયા પાછળ છે જેથી તેમના આતંક થી ત્રાસી ગયેલા લોકો એ રાહત લીધી છે.
હાલ પોલીસ બંને ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે અને તેઓ આટલા દિવસ ક્યાં છુપાયા હતા અને કોણે તેઓની મદદ કરી હતી આ અંગે ની કાર્યવાહી હાથ ધરશે આ ઉપરાંત તેઓ ને જામીન ન મળે તેના માટે મજબૂત ગ્રાંઉડ કોર્ટમાં મુકવાની તૈયારીમાં છે.