ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં વહીવટીતંત્ર દ્વારા નિયમ સ્તર જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા વધારાના પાણીની આવક સામે પાણી છોડવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી 1.87 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં સુરત શહેરમાં તાપી નદીની જળ સપાટી 8.48 મીટરે પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરથી બચવા માટે સાત ફ્લડગેટ બંધ કરવામાં આવ્યા છે.
શહેરના સાત વિસ્તારોમાં ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. હનુમાન ટેકરી, પાલ, ડભોલી, વરિયાવ, મક્કાઈપુલ સહિત સાત ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. ફ્લડ ગેટની ઉપર ડી-વોટરિંગ પંપ લગાવવામાં આવ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ન જાય. જો પાણી ભરાયેલું હોય તેવી પરિસ્થિતિ હોય, તો આ ડીવોટરિંગ પંપની મદદથી તેને ખૂબ જ સરળતાથી અને ઝડપથી દૂર કરી શકાય છે.
જો ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના 7 ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ ફ્લડગેટ્સની ઉપર પમ્પ લગાવવામાં આવ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ન જાય. શહેરમાં દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે. ઉકાઈ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ફ્લડ ગેટ બંધ કરવા પડે છે.