સુરતમાં 25 જગ્યાએ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન અને 25 જગ્યાએ સ્લો ચાર્જિંગ સ્ટેશન હશે..
13.59 કરોડના ખર્ચે 10 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ..
સુરત સહિત દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે સુરતમાં ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ઈ-વ્હીકલનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ ચાર્જિંગ સ્ટેશનના અભાવે સુરત મહાનગર પાલિકા શહેરમાં અલગ-અલગ સ્થળોએ 50 નવા ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરી રહી છે. સુરતમાં પ્રથમ તબક્કામાં 50 ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેનું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવશે.

ભારત સરકારના ભારે ઉદ્યોગ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ કુલ 50 ઈલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે જારી કરાયેલ સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને, શહેરમાં પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહન આપવા માટે અંદાજિત 32.25 કરોડનું કામ કરવામાં આવ્યું છે. અને રૂ.34.55 કરોડના ગ્રોસ અંદાજને સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યો હતો. આ ચાર્જિંગ સ્ટેશન બનાવીને ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામો માટે 10 વર્ષ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. લઘુત્તમ એજન્સી દ્વારા 13.59 કરોડની ઓફર કરવામાં આવી છે. દરખાસ્ત અંગેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવશે.