25મી ફેબ્રુઆરીએ સુરત શહેરમાં યોજાનારી નાઇટ મેરેથોન ”રન ફોર ન્યુ ઇન્ડિયા”માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે અને ફ્લેગ ઓફ કરશે. સુરત નાગરિક સમિતિ દ્વારા રન ફોર તાપી બાદ ”રન ફોર ન્યુ ઇન્ડિયા” નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મેરેથોનને ફ્લેગ ઓફ કરાવશે. ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયાનાં સંકલ્પને સાકાર કરવા માટે સુરતમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.જેની તડામાર તૈયારીઓ સાથે સુરતને ઝળહળતી લાઇટિંગ વડે સજાવી દેવામાં આવ્યું છે.
રન ફોર ન્યુ ઇન્ડિયાના થીમ પર 25મી ફેબ્રુઆરીએ શહેરમાં નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આ મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહીને મેરેથોનમાં ભાગ લેનારાઓને ફ્લેગ ઓફ કરાવશે. પીએમ મોદીના ન્યુ ઇન્ડીયાના સંકલ્પને સાકાર કરવા માટે ભારતમાં પેહલી વખત ” રન ફોર ન્યુ ઇન્ડીયા ” નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહેશે. રઘુવીર પાર્ટી પ્લોટ પાસેથી પી.એમ મોદી ફ્લેગ ઓફ કરી આ મેરેથોન દોડની શરૂઆત કરાવશે. મેરેથોન માટે શહેરના રોડ પર યુવાનો દ્વારા અવનવી પેંટિંગ બનાવવામાં આવી છે. વૃક્ષો ને પણ કલર કરી આકર્ષક બનાવવા માં આવી રહ્યા છે.શહેર ના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટને પણ લાઇટિંગ કરી દુલ્હન ની જેમ શણગારવા માં આવી રહ્યા છે.28000 હજાર કલરફુલ લાઈટ, ઇંસ્ટાગ્રામ અને ટેઇટર વૉલ પોસ્ટ માટે ડિજિટલ બોર્ડ સહિત ઓપન બસ પણ છે. સાથે આ મેરાથોન રૂટ પર મોદી સરકારની 12 યોજનાની લાઇટિંગ સહિતની ઝાંખીઓ પણ ઉભી કરવામાં આવી છે. સુરતમાં યોજાનાર રન ફોર ન્યુ ઇન્ડિયા નાઈટ મેરાથોન કુલ ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવી છે.પ્રથમ 10 કિમિ.દ્વિતીય 21 કિલોમીટર અને તૃતીય 42 કિલોમીટર ની છે.જેમાં દોઢ લાખ જેટલા લોકો દોડે તેવી શકયતા છે.
નાઈટ મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સી.એમ વિજય રૂપાણી સહીત સુરતનાં સાંસદ અને ધારાસભ્યો પણ હાજરી આપશે.આ મેરેથોન દોડમાં પ્રચાર -પ્રસાર માટે પહેલી વખત મુંબઈ, અમદાવાદ, ગુડગાંવ, કોલકત્તા, પુણે, વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી, બારડોલી, વ્યારા, વડોદરા જેવા શહેરના અલગ-અલગ બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.અને આ મેરેથોન દોડને એન્ટરટેનમેન્ટ દોડ બનાવવા માટે ખાસ ગુજરાતમાં પહેલી વખત દિલ્હીના પ્રખ્યાત મૂંગફલી બેન્ડ પરફોર્મન્સ કરશે.જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.