સુરતમાં દિવસને દિવસે ગુનોખોરીના બનાવોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. અવાર-નવાર લૂંટ ચોરી હત્યા ખંડણી સહિતના ગુનાઓમાં નોંધાપાત્ર વધારો થઇ રહ્યો છે.સ્માર્ટ સિટી સુરત હવે ક્રાઇમ સિટી સુરત તરફ પ્રયાણ કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે થોડાક સમય આગાઉ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસે સમ્રગ ગુજરાતમાં સનસનાટી ફેલાવી હતી જેને લઇ ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીના હોમ ટાઉનમાં ધોળા દિવસે હત્યાની ઘટના સામાન્ય બનતા કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુરતમાં હત્યારાઓ બેફામ બની જાણે કે પોલીસનો કોઇ ખૌફ રહ્યો ન હોય તેવી રીતે ગુનાહિત પ્રવૃતિ આચરી રહ્યા છે.સુરતના પાંડેસરા માંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં અંગત અદાવત રાખી પાંડેસરામાં રહેતા કનૌયાપાલ નામના શખ્સની કેટલાક લોકોએ મળી હત્યા નિપજાવી છે.ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પી એમ માટે હોસ્પિટલ ખસેડી હત્યા અંગે ગુનોં નોધી આરોપીઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.