કામરેજ ટોલ નાકા પર સ્થાનિકોને મુક્તિ મળી છે પરંતુ ભાટિયા ટોલનાકા પર મુક્તિ મળશે નહીં. કોંગ્રેસના સમયે ટોલનાકા તમારા થયેલા એમઓયુમાં સ્થાનિક વાહનો પાસે પણ ટેક્સ વસૂલવાની શરત હોવાથી ભાટિયા ટોલ નાકા પર સુરતીઓને મુક્તિ નહીં મળે. આ પ્રકારનું નિવેદન નવસારીના સાંસદે પત્રકાર પરિષદમાં કર્યું હતું. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કામરેજ ટોલ નાકા અને ભાટીયા ટોલ નાકા પર સ્થાનિક વાહનો પાસે ટોલ ટેક્સ વસૂલવાના મુદ્દે લડત ચાલી રહી છે. જેમાં કામરેજ ટોલ નાકા પર સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે પરંતુ હવે ભાટીયા ટોલ નાકા પર સુરતીઓને 20 અને 30 રૂપિયા ચૂકવવા પડશે તે નક્કી થઈ ગયું છે.
સંસદના સત્રની માહિતી આપવા માટે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં નવસારીના સાંસદ સીઆર પાટીલે કહ્યું હતું, કોંગ્રેસના સમયકાળ દરમિયાન ભાટીયા ટોલનાકા પર સ્થાનિક વાહનો પાસેથી વસુલાત માટેની ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા. ટેન્ડરની શરતમાં જ આવી શરત હોવાથી તેમાં કોઈ ફેરફાર કરી શકાય તેમ નથી એટલે ભાટીયા ટોલ નાકા પર સ્થાનિક વાહન ચાલકોએ નક્કી કરેલા 20 રૂપિયા 30 રૂપિયા ચૂકવવા પડશે. કામરેજ ટોલનાકા પર ટોલ મુક્તિ માટે કોંગ્રેસ જશ ખાટવાનો પ્રયાસ કરી રહી છે. ખરેખર તો કોંગ્રેસના સમયમાં જ ખાનગી વાહનો પાસે ટેક્સ વસૂલવાનો પરવાનો આપ્યો હોવાથી કોંગ્રેસે આંદોલન કરવાનો કોઈ હક નથી.