તાપી જીલ્લામાં લોકડાઉન હળવું થતાં સંખ્યાબંધ સ્થળોએ આ બાબતે દરોડા પાડવામાં આવ્યા પણ તાપી જીલ્લામાં આવી કોઇ દરોડાની કામગીરી હાથ ન ધરાતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જેવું કાંઇ છે કે કેમ ? એક મોટો સવાલ ઉઠ્યો છે. મોટા ભાગની મીઠાઇઓની દુકાનો, હોટલો સાથે રીત સરનું ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સેટીંગ હોય તેમ હલ્કી કક્ષાની ખાધનાં નામે અખાદ્ય સામગ્રીનાં વેચાણ સામે સેમ્પલો લેવાની પણ તસદ્દી લીધી નથી. મીઠાઇની દુકાનોમાં સડેલી મીઠાઇઓ ચાંદીની વરખમાં વિટાંળી પધરાવવાનું મોટુ કૌભાંડ ધમધમતું થયું, હોટલો- ફરસાણની દુકાનોમાં સેનેટાઇઝ કે સેફ્ટીને લઇ કોઇ કાળજી લેવાતી નથી.
લોકડાઉન પછી વ્યારા સહિત સમગ્ર તાપી જીલ્લામાં ખુલેલા સુપર સ્ટોર્સમાં લોકોને મોટા ભાગની એક્સ્પાયરી ડેટની સામગ્રી પધરાવવામાં આવી રહી છે. મીઠાઇ(Sweet)ની દુકાનોમાં સડેલી મીઠાઇઓ ચાંદીની વરખમાં વિટાંળી પધરાવવાનું મોટુ કૌભાંડ ધમધમતું થયું છે. હોટલો- ફરસાણની દુકાનોમાં સેનેટાઇઝ કે સેફ્ટીને લઇ કોઇ કાળજી લેવામાં આવતી નથી. આવામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની જીલ્લામાં સક્રિયતા સામે એક મોટો સવાલ ઉઠ્યો છે. મીઠાઇ(Sweet) અને ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમે પણ લોકડાઉન હળવું થયા પછી કોઇ તપાસ ધરી નથી. મીઠાઇ- ફરસાણ, બેકરી પ્રોડક્ટ, ઠંડા પીણા સહિતની સામગ્રી ઉત્પાદન પછી કેટલા સમયમાં ખાઇ શકાય તેની તારીખ લખેલી હોય છે. પરંતુ દુકાન ધારકો આ તારીખ પૂર્ણ થયા પછી તેનો નાશ કરવાને બદલે ગ્રાહકોને પધરાવી રહ્યા છે. એકસ્પાયરી ડેટની ફ્રુડ સામગ્રી ઝેરી બની જતી હોય ત્યારે આરોગ્ય માટે જોખમી બની છે.
મીઠાઇઓ ખુલ્લામાં રાખી છૂટક વેચવામાં આવતી હોય તેની એક્સ્પાયરી ડેટ પણ હોતી નથી. કોરોનાંનાં સંક્રમણ કરતા વધુ ગંભીર અને ચિંતાજનક બાબત ગ્રાહકોને છેતરતાં અને આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ છે પરંતુ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય સાથે ખિલવાડ કરનારા તક્સાધુ વેપારીઓ સામે કાર્યવાહી બાબતે સુશુપ્ત અવસ્થામાં જ જોવા મળ્યું છે.
જો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પોતાની નૈતિક ફરજથી વિમુખ થતુ રહેશે તો આવનાર સમયમાં આ ઝેરી સામગ્રી કોરોનાં સંક્રમણ વચ્ચે મહામારી માટે વધુ એક રોગચાળો સર્જનારી બની રહેશે તેમા કોઇ શંકાનું સ્થાન નથી. કેરીની સિઝન આવે એટલે કેમિકલ્સથી કેરી પકવેલ હોવાનું જણાવી તેનો મામુલી જથ્થો નાશ કરી વર્ષોથી વાર્ષિક કામગીરીનો ઢંઢેરો પીટી રહ્યા છે. તે સિવાયની કોઇ નક્કર કામગીરી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તાપી જીલ્લામાં જોવા મળતી નથી.