કોરોનાની સ્થિતિ જાણવા માટે દિલ્હીથી ટીમ સુરત ખાતે આવી છે. કેન્દ્રની ટીમે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. કોરોના ને લઈને હાલની સ્થિતિને લઈને સમીક્ષા કરી ફૂડ વિતરણ વ્યવસ્થા તેમજ કામદારોની કઈ પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો.
પાલિકા દ્વારા 14 જેટલા કલસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.શહેરની સમીક્ષા કરવા માટે દિલ્હીથી એક ટીમ આવી છે. કેન્દ્ર માથી મોકલવામાં આવેલી ટીમ સુરતમાં આવી પહોંચી હતી. સિવિલ ની મુલાકાત બાદ અધિકારીઓ સાથે મીટીંગ કરાઈ હતી. મિટીંગમાં મનપા કમિશનર , નોડલ ઓફિસર , કલેકટર , પોલીસ કમિશનર , સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સહિત ના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.