રેલવે આસિસ્ટન્ટ લોક પાયલોટ(ALP) અને ટેક્નિશયનની પરીક્ષામાં સર્વર ડાઉન થયું હતું.મોટી સખ્યાંમાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી રહ્યા વંચિત હતા.રાજસ્થાન,યુપી બિહાર જેવા અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ઉમેદવાર મુશ્કેલીમાં મુકાયા છે.
જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તે કેવી રીતે ફરીથી પરીક્ષા આપશે તે અંગે કોઈ માહિતી આપવામાં ન આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.રસ્તાઓ જામ કરી દેતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
જયારે રેલવે વિભાગની પરીક્ષામાં ટેક્નિકલ ખામી સર્જાતાવિદ્યાર્થીઓ હોબાળો મચાવી પરીક્ષામાં ચિટિંગ હોવાનો આક્ષેપ કર્યો હતો. ભારે હોબાળો થવાના કારણે પોલીસને પરીક્ષા કેન્દ્ર પર બોલાવાઈ હતી અને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.