સ્ટેજ બે જાહેર થયા બાદ આજે સુરતમાં કોરોના પોઝીટીવ 52 વર્ષીય એહસાન ખાન અને રમેશચંદ્ર નામ ના શખ્સનું મોત નીપજ્યું છે. જ્યારે લોખાત હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવર સહિત વધુ ત્રણ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણ પૈકી બે દર્દીઓ અડાજણ પાટીયા અને સુરતમાં કોરોના વાયરસ માટે હોટસ્પોટ બની ગયેલા રાંદેર વિસ્તારના છે. સુરતમાં કોરોના પોઝીટીવ દર્દીઓ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે..ત્યારે સુરતના રાંદેર વિસ્તાર કોરોના હોટસ્પોટ બની ગયો છે. સુરત શહેરમાં અત્યારસુધી 20 પોઝીટીવ કેસ નોંધાયા છે. ત્યારે માત્ર રાંદેર વિસ્તારમાં જ 8 પોઝીટીવ દર્દીઓ હમણાં સુધી નોંધાયા છે. આ જ વિસ્તારમાં 2 પોઝીટીવ દર્દીઓના મોત થયા છે. આજે સુરતમાં કુલ ત્રણ પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાંથી એક લોખાત હોસ્પિટલનો એમ્બ્યુલન્સ નો ડ્રાઇવર છે.જ્યારે અન્ય બે કોરોના પોઝીટીવ ના પરિવારના સભ્યો છે..રાંદેર વિસ્તારને ક્લસ્ટર ક્વારેન્ટાઇન કરાયા છે અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેજ રાંદેર વિસ્તારમાંથી બે કોરોના પોઝીટીવ દર્દીઓના મોત થયા છે. જેમાંથી 61 વર્ષીય રજની બેન લીલાની અને એહસાન રશીદ ખાન શામેલ છે.આ સિવાય બેગમપુરા ના 65 વર્ષીય કોરોના પોઝીટીવ દર્દી રમેશચંદ્ર રાણા નું પણ સમી સાંજે મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે.રાંદેર અને બેગમપુરા વિસ્તારમાં સતત વધી રહેલા કેસો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.જ્યાં ડિસ ઇન્ફેક્શન ની કામગિરી કરવામાં આવી છે.
આજે સુરતમાં કોરોના વાયરસથી એકબાદ એક એમ કોરોના પોઝીટીવ બે દર્દીઓના મોત થયા છે. 52 વર્ષીય એહસાન ખાન અને 65 વર્ષીય રમેશચંદ્ર રાણા નું મોત થયું છે.મૃતક એહસાન રાંદેરના રહેવાસી છે.જ્યારે રમેશચંદ્ર રાણા બેગમપુરા નો રહેવાસી છે.52 વર્ષીય અહેસાન નો 4 એપ્રિલના રોજ કોરોના નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી રાંદેરની 66 વર્ષીય ઝુંબેદા પટેલ, રામપુરાના 40 વર્ષીય સાજીદ ( એમ્બ્યુલન્સ ડ્રાઇવર) અને અડાજણની 42 વર્ષીય જીનત કુરેશી છે..જીનત કોરોના પોઝીટીવ દર્દી અબ્દુલ કુરેશીની પત્ની છે. હાલ સુરત શહેરમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા 20 પર પોહચી ગઈ છે. સુરત શહેરમાં અત્યાર સુધી 4 નાં મોત અને 4 ડિસ્ચાર્જ કરાયા છે.સુરત જિલ્લામાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા 2 છે. જેથી સુરત શહેર અને જિલ્લા મળી હાલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા 22 પર પોહચી છે. સુરતના મનપા કમિશનર બછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે,1291 લોકો હોમ ક્વારેન્ટાઇન, 141 સમરસ હોસ્ટેલમાં ક્વારેન્ટાઇન અને 7 લોકો વિકેન્ડ હોમ માં છે.એટલે કુલ 1439 લોકો ક્વારેન્ટાઇન હેઠળ છે..કુલ કેસોના 35 ટકા કેસો માત્ર રાંદેર વિસ્તારમાંથી આવ્યા છે.રાંદેરના બફર ઝોન સહિતના વિસ્તારોને વધારી કન્ટેન્ટ કરવામાં આવ્યો છે.રાંદેર સિવાય સુરતના બેગમપુરા વિસ્તારને પણ કોરોનાનું હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યું છે.શહેરના અલગ અલગ વિસ્તારમાં ફિવેર ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. હોટસ્પોટ વિસ્તાર સહિત બફોર ઝોનમા ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે.1900 ખાનગી ક્લિનિક પાસે થી દર્દીની વિગતો મેળવવામાં આવી રહી છે. કલ્સટરના 82000 હજાર લોકો ને સૂચનાઓ આપવામાં આવી રહી છે.તમામ કેસોનું ડિટેલવાઇઝ પેટર્ન એનાલીસીસ કરાઈ રહ્યું છે.સોશ્યલ ડિસ્ટનસિંગ નહીં રાખનાર 166 પાસે થી 18300નો દંડ વસુલાયો છે.માસ્ક નહીં પહેરનાર 86 પાસે થી 9300 રૂપિયાનો દંડ વસુલાયો છે.