સુરતમાં બે SRP જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા SRP જવાનોમાં ખળભળાટ મચ્યો છે, જોકે બીજા જવાન વિશે હાલ કોઈ જાણકાારી મળી નથી. સુરતમાં જે SRP જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે કતારગામ વિસ્તારમાં ફરજ બજાવતો હતો. તંત્ર દ્વારા સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ જવાન સાથે કામ કરતા તમામ લોકોના ટેસ્ટીંગનું કામ તંત્ર દ્વારા શરૂ કરી દેવાયું છે. અડાજણ ના માઉન્ટ એવેન્યુ માં કિરણ મોરે નામ ના યુવક નો કોરોના પોઝીટીવ આવ્યો છે. રાત્રે નોકરી થી પરત આવતા અકસ્માત થયો હતો. હોસ્પિટલમાં તપાસ કરતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની ચર્ચા.
કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું પાલન કરાવવા સુરતમાં તૈનાત SRP જવાનોએ કોરોના ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. કેટલાક શરદી-ખાસી અને સામાન્ય તાવ ની ફરિયાદ પણ કરી રહ્યા છે. જવાનોને ડયુટી પરથી આવ્યા બાદ કોરોના વાઇરસનો ડર હાલ તમામને સતાવી રહ્યો છે. એક સાથે 100 જવાનો રહે છે. દાહોદ SRP ગ્રુપ 4ના જવાનોને હાલ કતારગામ વાટલીયા પ્રજાપતિ સમાજની વાડીમાં ઉતારો અપાયો છે.ગત રોજ બાદ આજે બે જણાને વાડીમાંથી એમ્બ્યુલન્સમાં તબીબી તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં.