ઉભરાટની બાજુમાં વિકસી રહ્યું છે લાઈવ શૂટ બિગ ફિલ્મ સિટી રિસોર્ટ. વિશાળ જગ્યામાં ફિલ્મના શૂટિંગ માટે 50થી વધારે શેડ ઉભા કરવામાં આવ્યા છે. જિમથી લઈને પોલીસ સ્ટેશન રેલ્વે સ્ટેશન, મોલ તળાવ બોટિંગથી લઈને તમામ લોકેશન ઉભા કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાઇવેટ બીચ પણનો જે નજારો છે તે લોકોના દિલ જીતી લે છે.
ગુજરાતના લોકોને બહાર ન જવું પડે તેને લઈને ઉભી કરવામાં આવી છે. આ ફિલ્મ સિટી વિશાળ બંગલાઓથી લઈને કોટેજ સ્વિમિંગ પૂલથી લઈને તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ફિલ્મ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર અને એક્ટર દિલઝાન વાડિયા અને બીગબોસના ફેમ જલ્લાદ સાથે વાત કરતા અમને જણાવ્યું હતું કે અહીંયા તમામ સેટ બનાવવામાં આવ્યા છે. જેથી શુટિંગમાં આવનારા લોકોને હાલકી ન પડે અને ડાયરેક્ટ ડેવિડ ધવનથી લઈને મોની રોયના સ્ટાર્સે અહીંયાની વિઝીટ લઇ લીધી છે.
ટૂંક જ સમયમાં એમનું શૂટિંગ પણ ચાલુ થશે અને લંડન સ્ટ્રીટથી લઈને પેરિસના શેડ ઉભા કરાશે. અંતમાં તેમને જંણાવ્યું હતું કે ગુજરાતમાં રામોજી રાવ જેવી ફિલ્મ સિટી બને તેવી આશા વ્યક્ત કરી હતી.