લિંબાયતમાં 12 વર્ષીય કિશોરી સાથે ગેંગરેપની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યો ઉમરપાડામાં એક દુકાનદારે ૧૨ વર્ષીય કિશોરીને હવસનો શિકાર બનાવી છે. ચોકલેટની લાલચ આપીને કરીયાણાના દુકાનદારે કિશોરી સાથે 4 થી 5 વખત દુષ્કર્મ આચર્યુ હોવાનું નવી સિવિલ હોસ્પિટલમાં તેમના પરિવારના સભ્યોએ જણાવ્યુ હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉમરવાડામાં રહેતા ફારૂકભાઇ (નામ બદલ્યુ છે)ને સંતાનમાં 3 પુત્ર અને 4 પુત્રી છે. તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજુરી કામ કરે છે.આજે સવારે તેમની 12 વષીય પુત્રીને પેટમાં દુઃખાવો સહિતની તકલીફ થતા સારવાર માટે તેમના પરિવારના સભ્યો નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતાં. જ્યાં કિશોરીએ અને તેમના પરિવારના સભ્યોએ ડોકટરને પોતાની વ્યથા સંભળાવી હતી. પરિવારના સભ્યોના કહેવા પ્રમાણે બે માસ પહેલા ઘર પાસે કરીયાણાની દુકાન ચલાવતા જાવેદ નામના યુવક પાસે આ કિશોરી અવાર નવાર ઘરવખરી લેવા જતી હતી.તે દરમિયાન દુકાનદાર જાવેદ કિશોરીને ચોકલેટ સહિતની ચીજવસ્તુ આપીને ફોસલાવીને દુકાનમાં બોલાવતો હતો.અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. તેણે કિશોરી સાથે બળજબરીથી ચાર થી પાંચ વખત દુષ્કર્મ કર્યુ હતુ. અને ઘરે પરિવારના સભ્યોને નહી કહેવા માટે ધમકી આપતો હતો.
માહિતી મુજબ કિશોરીને હાથ પકડીને નરાધમ જાવેદ ખેંચીને દુકાનમાં લઇ જતો હતો.ત્યારે નરાધમની બહેનની નજર પડતા કિશોરીનો હાથ તેણે છોડી દીધો હતો. નરાધમની ધમકીથી ગભરાઇ ગયેલી કિશોરી ઘરમાં તેના પર થયેલા શોષણ અંગે કોઇને કહેતી ન હતી.બાદમાં આ અંગે તેના પરિવારના સભ્યોને જાણ થતા આજે સવારે કિશોરીની આકરી રીતે પુછપરછ કરી હતી.તેથી કિશોરીએ સમગ્ર હકિકત જણાવી હતી. બાદમાં પરિવારજનો કિશોરીન સારવાર માટે નવી સિવિલમાં લઇને આવ્યા હતા. ડોકટરે તેની સારવાર શરૂ કરીને પોલીસને આ અંગે જાણ કરી હતી. દુકાનદારની પત્નીને આ ઘટનાની જાણ થતા તે પતિને છોડીને જતી રહી હોવાની જાણવા મળ્યુ છે. આ અંગે સલાબતપુરા પોલીસે હકિકત જાણવા તપાસ હાથ ધરી છે.