કરોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, શીપીંગ, કેમિકલ અને ફર્ટિલાઇઝરના કેન્દ્રિય મંત્રી મન્સુખ માંડવીયાએ આજ રોજ સુરતમાં દક્ષિણ ગુજરાત સ્ટેક હોલ્ડર્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.માંડવીયાએ સ્ટેક હોલ્ડરો ને સંબોધતા કહ્યું કે તેઓ બેસ્ટ પોલિટિશિયન્સ છે બેસ્ટ ઉદ્યોગકાર નથી .જેથી તેઓ પોર્ટના ડેવલોપમેન્ટ માટે સરકારને માર્ગદર્શન આપે. સાથે તેમણે જણાવ્યું કે દેશમાં 111 ઇનલેન્ડ વોટર વે માંથી ગુજરાતમાં ત્રણ નદીઓ પર સ્થાપિત કરવામાં આવશે.
સ્ટોક હોલ્ડર્સના ગુજરાતમાં નેશનલ જળમાર્ગોના વિકાસ માટે ‘હિસ્સેદાર’ કોન્ફરન્સનું ઉદ્ઘાટન આજ રોજ હજીરા સ્થિત એક હોટેલમાં કેન્દ્રિય મંત્રીના હસ્તે કરવામા આવ્યું હતું. જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) વાઇસ ચેરમેન અજય ભુડ અને સીઇઓ રવિ એમ પરમાર, પોર્ટ ટ્રસ્ટ ના ચેરમેન દિનદયાલ હાજર રહ્યા હતા. સ્ટેક હોલ્ડર્સ સાથે મંત્રી મનસુખ માંડવીયાએ જળ માર્ગો (એનડબ્લ્યુ) વિકસાવવા માટેના માર્ગને સાકાર કરવા માર્ગદર્શન માંગ્યું હતું.મંત્રીએ જણાવ્યું હતું કે ભારતના પર્યાવરણને અનુકૂળ ખર્ચ, અસરકારક સીમલેસ અને ટકાઉ જળ પરિવહન માટે ડેવલોપ કરવા માટે આ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે.
મનસુખ માંડવીયાએ વધુ જણાવ્યું હતું કે, પોતે બેસ્ટ પોલિટિશિયન્સ છે બેસ્ટ ઉદ્યોગકાર નથી.દેશભરમાં 111 ઇનલેન્ડ વૉટર વે સ્થાપિત કરવામાં આવશે.18 માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં તાપી, મહી અને નર્મદા નદી પર ઇનલેન્ડ વોટર વે સ્થાપિત કરાશે.માત્ર પોર્ટ નહીં પરંતુ સરકાર પોર્ટ નેટ ડેવલોપમેન્ટ કરશે. પોર્ટ નેટ એટલે રોડ અને રેલ માર્ગ જોડવામાં આવશે. નાના પોર્ટનું પણ ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રથી રો રો ફેરીના માધ્યમથી કનેક્ટ કરવામાં આવશે પણ એમાં કેટલો સમય લાગશે એ બાબતે એમણે જવાબ ટાળ્યો હતો. ઇનલેન્ડ વૉટર વે ના કારણે કાર્ગો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ માં વિકાસ થશે. PPP ધોરણે રો-રો ફેરી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દહેજ થી ઘોઘા રો રો ફેરી સર્વિસ હાલ ફૂલ જઈ રહી છે.