ઓલ ઇન્ડિયા લેવલે રવિવારે CA-IPCC નું પરિણામ આવ્યુ.જેમાં સુરતના 27 એવા વિદ્યાર્થીઓ પાસ થયા છે કે જેઓ માટે CA બનવા નું લક્ષ્ય ક્યારે પૂર્ણ થયું ન હોત, જો તેમના જીવનમાં CA રવિ છાવછરીયા ગુરુ ન બન્યો હોત. આ 27 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ માટે CAના કોચિંગ અને ભણતરના પુસ્તકો લેવા માટે આર્થિક પરિસ્થિતિ સારી નથી. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ કે જેઓ CA બનવા માંગતા હતા. આવા વિદ્યાર્થીઓ ની શોધ સુરતના ચાણક્ય એટલે કે રવિ રાઘવ છાવછરીયા કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓના CA કોચિંગ અને પુસ્તકોના 2 લાખ રૂપિયા ફીસ માફ કરી તેઓને સીએ નો કોર્ષ કરાવી રહ્યા છે. વર્ષ 2017માં ગુજરાત અને રાજસ્થાન ના 38 ગરીબ બાળકોની શોધ કરી તેમને CA નું કોચિંગ આપી રહ્યા છે જેમાંથી 27 વિદ્યાર્થીઓએ ICPP સારા માર્કસથી પાસ કરી છે.
આ અંગે સુરતના ચાણક્ય એટલે રવીએ જણાવ્યું કે, CA બનવા માટે જે ધગશ અને લાયકાત આર્થિક નબળા પરિવાર માંથી આવતા બાળકોમાં જોવા મળે છે તે સાધન સંપન્ન વિદ્યાર્થીઓ માં જોવા મળતી નથી. અમે આવા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ કરાવી રહ્યા છે. તેમના કોચિંગ થી માંડી રહેવાની સગવડ કરીએ છે. મોટી સઁખ્યાંમાં આવા વિદ્યાર્થીઓ ને લાભ મળે એ માટે પ્રયત્નશીલ છીએ. આવનાર વર્ષોમાં દેશના કોઈ પણ રાજયથી આવા વિદ્યાર્થીઓ આવશે તો અમારૂ કોચિંગ તેમના માટે ફ્રી છે. આ માટે અમે અમારા આ પ્રોગ્રામ નું નામ CA Star રાખ્યું છે.